દિવાળી અને નૂતનવર્ષ એવા તહેવારોની સીઝન શરૂ થવાની છે.તા.2 નવેમ્બરથી તા.6 નવેમ્બર દરમિયાન દેવભૂમિ દ્વારકામાં આવેલા જગતમંદિર દ્વારકાધીશ મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તા.4 નવેમ્બરના ગુરૂવારે દિવાળીના દિવસે નિત્યક્રમ અનુસાર ઠાકોરજીના દર્શન થશે. બપોરના 1 વાગ્યે મંદિર બંધ રહેશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપનના દર્શન થશે. રાત્રે આઠ વાગ્યે હાટડી દર્શન થશે. એ પછી 9.45 વાગ્યે મંદિર બંધ થઈ જશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

તા.5 નવેમ્બરના રોજ શુક્રવારે નૂતનવર્ષ નિમિતે સવારે 6 મંગળા આરતી થશે.એ પછી બપોર સુધી ઠાકોરજીના દર્શન નિત્યક્રમ અનુસાર થશે. બપોરે 1 વાગ્યે મંદિર બંધ થઈ જશે. સાંજે 5 વાગ્યા અન્નકુટ દર્શન થશે. રાત્રીના 9.45 વાગ્યે મંદિર બંધ થશે. ત્યાં સુધી દર્શન કરી શકાશે. તા.6 નવેમ્બરના રોજ શનિવારે સવારે 7 વાગ્યે મંગળા આરતી થશે. એ પછી બપોર સુધી ઠાકોરજીના દર્શન નિત્યક્રમ અનુસાર થશે. બપોરે 1 વાગ્યે મંદિર બંધ થશે. સાંજે નિત્યક્રમ અનુસાર મંદિર ખુલશે. વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, અન્નકુટ તથ ભાઈબીજના તહેવાર નિમિતે જુદા જુદા સમયે દ્વારકાધીશના જુદા જુદા રૂપના દર્શન થશે.