અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ચોરી કરવામાં માત્ર પુરૂષો જ નહીં મહિલાઓ પણ સક્રિય હોય છે. ક્યારેય એવું ભેજુ મારે છે કે, કોઈએ ક્યારેય વિચાર ન કર્યો હોય. ચોરી કરનારા કેટલીક મહિલાઓ સિફતપૂર્વક રીતે ચોરી કરી પલાયન થઈ જતી હોય છે. કોઈ દિવસ ન પકડાય એવા કિમીયા કરતી હોય છે. આવા ચોર રીઢા બની ગયેલાને ખબર નથી હોતી કે સીસીટીવી કેમેરામાં એના દરેક પગલાં રેકોર્ડ થાય છે. સુરતની એક મહિલાએ કરેલી ચોરી પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે.
કાજુદ્રાક્ષની વધુ ડિમાન્ડ દિવાળીના સમયે સૌથી વધારે રહે છે. સુરતની એક મહિલાએ આવામાં ડી-માર્ટ મોલમાં કાજુ બદામના પેકેટની એવી રીતે ચોરી કરી છે કે, માન્યમાં ન આવે. દિવાળી સમયે મહિલા એક અન્ય મહિલા સાથે મોલમાં આવી હતી. પણ કોઈને ખ્યાલ ન હતો કે, આ મહિલા ચોરી કરવા માટે આવી છે. કોઈની નજર ન પડે એ રીતે મહિલાએ કાજુ બદામનું પેકેજ પોતાના કપડાની અંદર છુપાવી દીધું હતું. પણ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મહિલાની ચોરી પકડાઈ ગઈ હતી. પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો
પોલીસે 4 ચોર મહિલાઓની ધરપકડ કરી હતી.
આ બનાવ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ડી માર્ટનો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડે મેનેજરને કહ્યું હતું કે, કેટલીક મહિલાઓ પેટીકોટમાં વસ્તુઓ છુપાવીને જઈ રહી છે. જેથી આ મહિલાઓને બૂમ પાડતા તે કારમાં દોડીને બેસી ગઈ હતી. આ મહિલાઓ પછી પકડાઈ ન હતી. પરંતુ તકેદારીના ભાગરૂપે આ મહિલાઓના સીસીટીવી ફૂટેજ અન્ય મોલને મોકલાયા હતા. જેથી જેમ આ મહિલાઓ વરાછાના ડી માર્ટ મોલમાં પ્રવેશી હતી અને ઘી-ડ્રાયફ્રુટ્સ ચોરી કરવા ગઈ ત્યા પકડાઈ ગઈ હતી.