મઘ્ય પ્રદેશના પાટનગર ભોપાલના સિંધી કોલોની ચાર રસ્તા પાસે ગંદા પાણીમાં શાકભાજી ધોવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હનુમાનગંજ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ધર્મેન્દ્ર તરીકે થઈ છે. ધર્મેન્દ્રએ પોલીસેને જણાવ્યું હતું કે, જે જગ્યાનો વીડિયો વાયરલ થયો છે ત્યાં પાણીની લાઈન તૂટેલી છે. જેનું પાણી નાળામાં વહે છે. તેથી દરરોજ એ પાણીમાં શાકભાઈ ધોઈ રહ્યો હતો. ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, હું એકલો આ પાણીનો ઉપયોગ કરતો ન હતો. બીજા લોકો પણ આ પાણીથી વેચવાના શાકભાઈ ધોઈ રહ્યા હતા.
અન્ય રેકડીવાળા પણ આ ગંદા પાણીનો ઉપયોગ શાકભાજી ધોવા માટે કરી રહ્યા હતા. આ કેસમાં પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, ગંદા પાણીથી શાકભાજી-કોથમીર ધોવાનો વીડિયો સામે આવ્યા બાદ મંગળવારે ખાદ્ય સુરક્ષા અધિકારી દેવેન્દ્ર દુબેએ અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં FIR થયેલી છે. આ મામલે આરોપીની ઓળખ કરીને ધરપકડ કરી લીધી છે. આરોપીએ પણ ગુનો કબૂલ કરી લીધો છે. ભોપાલના સિંધી કોલોની ચાર રસ્તા પાસે છેલ્લા છ મહિનાથી આ રીતે પાણી વહી રહ્યું છે. પાઈપ લાઈન તૂટી ગઈ છે. આ પાણીને કોલાર પાઈપલાઈનના લીકેજનું માનવામાં આવી રહ્યું છે.
सावाधान देखिए आपकी सेहत से कैसे हो रहा खिलवाड़, कंही पर ऐसी सब्जी तो नही खरीद रहे ,भोपाल के सिंधी कॉलोनी में नाली के पानी से धुक रही सब्जी @bhupendrasingho जी @CollectorBhopal @digpolicebhopal मामले पर संज्ञान लेकर उचित कार्यवाही का आग्रह है , @KamalPatelBJP @DrPRChoudhary pic.twitter.com/10Em39YxPz
— sudhirdandotiya (@sudhirdandotiya) October 26, 2021
આવા પાણીમાં લોકો પોતાની ગાડી લઈને નીકળે છે. આ મામલે ઘણી વખત ફરિયાદ કરી હોવા છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી. સવારે વહેલા આવીને શાકભાજીવાળા આમાં પોતાના શાકભાજી ધોવે છે. ગેસ્ટ્રો ઈંસ્ટ્રોલ્જિસ્ટ ડૉ. સંજય કુમારે કહ્યું હતું કે, રોકાયેલા પાણીને કારણે પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા પેદા થાય છે. પાણી સ્વચ્છ હોવા છતાં આસપાસ ગંદકી છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે.
આવા પાણીનો શાકભાજી ધોવા માટે ઉપયોગ થાય તો આવા શાકભાજી ખાનારને લીવર તથા પેટ સંબંધી બીમારીઓ થવાની પૂરી શક્યતાઓ છે. પેટના રોગ લાગે છે, પીલિયા તથા ટાઈફોઇડ જેવી અનેક બીમારીઓ પણ થવાની પૂરી શક્યતાઓ છે. જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો ત્યાર બાદ ધર્મેન્દ્ર ફરાર થઈ ગયો હતો. તે થોડા દિવસ સુધી માર્કેટમાં આવ્યો ન હતો.