ગુજરાત રાજ્યમાં નવા કોંગ્રેસ પ્રમુખ તથા વિપક્ષ નેતાની જાહેરાત અંગે અટકળો ચાલી રહી છે. આ રેસમાં ઘણા મોટા ચહેરાઓના નામ ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું કોકડું ગુંચવાયેલું છે. જે મામલે રાજધાની દિલ્હીમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ હજું સુધી આ પદ પર કોઈ નામની સ્પષ્ટતા થઈ નથી. ક્યા નેતાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવાશે એના પર સૌની નજર ચોંટી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાનું નામ આ રેસમાં રહ્યું હતું.
પણ હવે આ મામલે અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે, હું ક્યાંય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં નથી. કમિટી જેને પણ પ્રમુખ બનાવશે અમે એનો સ્વીકાર કરી કામ કરીશું. બધા સાથે મળીને મહેતન કરીશું. રાજધાની દિલ્હીમાં લાંબા સમય સુધી ચાલેલા મહામંથન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાત કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓ સાથે ખાસ મુલાકાત કરીને ચર્ચા કરી હતી. જોકે, મહામંથનમાંથી કોઈ નામ સામે આવ્યું નથી. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તેથી અનેક પ્રકારની અટકળ તેજ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં પોતાની છબીને સુધારવા માટે કોંગ્રેસ ઘણા મોટા પ્રયાસમાં છે. મોટી ધોબી પછડાટ ચૂંટણીમાં પડ્યા બાદ કોઈ મજબુત અને સક્ષમ ચહેરાની શોધમાં છે. જોકે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરી સ્થિતિ છે. બીજી તરફ ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ માટે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પણ નાના સ્તર પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, હાઈકમાન્ડમાંથી કોનું નામ ફાઈનલ થઈને આવે છે.
બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. મહાનગર સુરતમાંથી કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ સ્પષ્ટતા કરી હતી. સુરત શહેરમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઈને તેઓ એક દિવસીય મુલાકાતે સુરત પહોંચ્યા હતા. રઘુ શર્માએ કહ્યું હતું કે, હું સુરતના કાર્યકર્તાઓને મળવા આવ્યો છું. ગુજરાતમાં પણ હવે પરિવર્તન થશે.