તમિલનાડુના કુલ્લાકુરીચી જિલ્લામાં એક ફટાકડાની દુકાનમાં ગત રાત્રે ફટાકડાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી જેમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ભયંકર રીતે દાઝી ગયા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ,સ્થાનિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબે મેળવવા પ્રયાસ કર્યો હતો સાથે સાથે દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.ઘટના બાદ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મૃતકના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદનું આશ્વાસનની જાહેરાત કરી હતી.જોકે આગ ક્યા કારણસર લાગી તેનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.
સીએમએ આ ઘટનાનું દુ:ખ વ્યક્ત કર્યું
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઘટના બાદ દુઃખ વ્યકત કર્યું હતું. સાથે મૃતકના પરિવારજનોને રુપિયા 5ની મદદની કરવાની જાહેરાત કરી છે.
કુલ્લાકુરીચી જિલ્લાના કલેકટર પી.એન શ્રીધરને આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે,ઘટનાની જાણકારી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી અને આગ પર કાબુ મેળવવમાં આવી હતી તો ઈજાગ્રસ્તોને પણ અલગ અલગ હોસ્પીટલમાં સારવાર અર્થે મોકલી દેવાયા છે. ફટાકડાના સ્ટોલમાં દિવાળીના કારણે સ્ટોક વધુ હતો જેના કારણે આગ વધુ ગંભીર બની હતી