અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એરહોસ્ટેસ યુવતીએ કુકર્મની ફરિયાદ નોંધાવી છે. આ યુવતી નોકરીની શોધમાં હતી. આ યુવતી જ્યારે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે એક યુવકે એનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગયો હતો. જ્યાં અજાણી જગ્યા પર યુવતીના હાથ-પગ બાંધીને યુવકે દુષ્કર્મ કર્યું હતું. અમદાવાદ શહેરની નારોલ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે યુવતીને છોડાવી આરોપી યુવાનની ધરપકડ કરી છે. પિતા સાથે ઝઘડો થયા બાદ યુવતી એની સખીના ઘરે રહેવા માટે ગઈ હતી.
એ પછી બહેનપણીના ભાઈના મિત્ર સાથે આંખ મળી ગઈ હતી. થોડા સમય સુધી બંને એકબીજાની સાથે રહેતા હતા. બંને વચ્ચે ઝઘડા થતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી સાથે રહેવા માટેનું યુવકે દબાણ કર્યું હતું. મૂળ પેટલાદની અને હાલમાં અમદાવાદ શહેરના વટવા કેનાલ વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતીએ છ મહિના પહેલા જ એરહોસ્ટેસનો અભ્યાય પૂરો કર્યો હતો. જુદી જુદી એરલાઈન્સમાં તે ઈન્ટરવ્યૂ આપી નોકરી શોધી રહી હતી. અભ્યાસ અને નોકરી મુદ્દે પિતા સાથે ઝઘડો થતા પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી તે વસ્ત્રાલ વિસ્તારમાં પોતાની બહેનપણીના ઘરે રહેવા ગઈ હતી. જ્યાં બહેનપણીના ભાઈને મળવા આવતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમાના સંપર્કમાં આવી હતી. પછી તે એના પ્રેમમાં પડી હતી. પછી યુવતી ધર્મેન્દ્ર સાથે એની બહેનના ઘરે ગઈ હતી. પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. બંને ભાડે રહેતા હતા. ત્યાર બાદ યુવતી ધમાના માતા પિતાને મળવા માટે રાજસ્થાન ગઈ હતી. જ્યાં દસ દિવસ સુધી બંને રોકાયા હતા. પણ બંને વચ્ચે ડખો થતા તે ફરી બહેનપણી સાથે રહેવા આવી ગઈ હતી. પછી યુવતીએ પિતાને જાણ કરી હતી. ધર્મેન્દ્રના સ્વભાવથી યુવતી કંટાળી ગઈ હતી. એનાથી પિછો છોડાવવા માગતી હતી. ધર્મેન્દ્ર યુવતીના ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પરેશાન કરતો હતો. યુવતીના માતા પિતા સાથે રહેવા માટે દબાણ કરતો હતો.
યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશન આ અંગે અરજી કરી હતી. યુવતીએ કાયદેસર રીતે લગ્ન કર્યા ન હોવાથી બાપુનગરમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. થોડા દિવસ પહેલા યુવતી એના ઓળખીતાને જઈ રહી હતી. એ સમયે ધર્મેન્દ્ર ત્યાં આવી પહોંચ્યો હતો. પછી છરી દેખાડીને મણિનગર કોઈની ઓફિસમાં એને લઈ ગયો હતો. જ્યાં એને માનસિક ત્રાસ આપી અન્ય એક વ્યક્તિને કાર સાથે બોલાવી રાજસ્થાનના પાલીમાં લઈ ગયો હતો. જ્યાં પહોંચીને ડ્રાઈવરે પૈસા માગતા ધર્મેન્દ્રએ યુવતીની સોનાની વિટી કાંઢી આપી. પાલીમાં એક અજાણી જગ્યાએ યુવતીને બાંધી રાખી, એના હાથ પગ બાંધીને બેથી ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું. યુવતીએ ચાલાકી વાપરીને પતિને ફોન કર્યો હતો. પછી નારોલ પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી યુવતીને છોડાવી હતી. જ્યારે યુવકની ધરપકડ કરી હતી. યુવતીએ ધર્મેન્દ્ર સામે ફરિયાદ કરીને કાયદેસરના પગલાં લેવા વાત કહી છે.