પોલીસ ગ્રેડ પે મુદે ચાલી રહેલા આંદોલનને લઇ આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી,ડીજીપી આશિષ ભાટિયા,અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહય હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
બેઠક બાદ આઈ.જી પી બ્રિજેશ કુમાર ઝા એ જણાવ્યું હતું કે ગૃહ રાજ્ય મંત્રીએ ગ્રેડ પે અંગેની તમામ જાણકારી એકઠી કરી પોલીસ કર્મીઓને કેટલો પગાર આપવામાં આવે છે. પોલીસ કર્મચારીઓની તકલીફ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે પોલીસ વિભાગમાં સીસ્ટમ બનેલી છે. દાદ ફરિયાદ વિભાગ પાસે ફરિયાદ નહી પણ શોશ્યલ મીડિયામાં વિરોધ કેમ તેની ચર્ચા કરવામાં આવી છે. કોઈ પણ રાજ્યમાં કોન્સ્ટેબલને 4200 ગ્રેડ પે આપવામાં આવતો હોય તેમ ધ્યાન આવ્યું નથી.તમામ પ્રકારના મુદાઓને લઇ પ્રાથમિક ચર્ચા થઇ અલગ અલગ રાજ્ય પાસેથી ગ્રેડ પે અંગેની માહિતી મેળવી છે. ગુજરાતમાં ગ્રેડ પે નહી પણ સાતમાં પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવાઈ છે. કોઈની સામે શિસ્ત ભંગના પગલા લેવાશે કે નહી તે અંગે ચર્ચા થશે રીપોર્ટ બાદ કોઈ પણ સામે કાર્યવાહી કરવી કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવશે ભથ્થા અંગે પણ ચર્ચા નક્કી થશે.
બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે 48 ઇન્સ્પેકટર વ્હિલ આજે રાજ્ય સરકારને મળ્યા છે. 44 જેટલી હાઇવે પેટ્રોલીગ વાન આજે પોલીસ વિભાગમાં સામેલ થઈ છે. બીજી 1100 નવું ગાડીઓ પોલીસ વિભાગ માટે ખરીદવામાં આવશે. ગ્રેડ પે મુદ્દે ગુજરાત પોલીસ દ્વારા એક સ્ટેટમેન્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યના કોઈ પણ વિષય યોગ્ય રીતે અમારી પાસે મુકેલા હોય ત્યારે તે વિષયને અમે ખૂબ પોઝિટિવ રીતે લેતા હોય