લો કોસ્ટ એરલાઈન સ્પાઈસ જેટે સોમવારે 31 ઓક્ટોબરથી ડોમેસ્ટીક રૂટ ઉપર 28 નવી ફ્લાઈટો ઉડાડવાની જાહેરાત કરી છે. સ્પાઈસ જેટ પોતાના નવા શિયાળાના કાર્યક્રમ હેઠળ, રાજસ્થાનના જયપુર, જેસલમેર, જોધપુર અને ઉદયપુરના પર્યટન સ્થળોના પ્રમુખ મહાનગરો અને શહેરોને જોડનારી નવી નોન-સ્ટોપ ફ્લાઈટને ઉડાડશે.
નવી ફ્લાઈટમાં ઉદયપુરને કોલકાતા, બેંગલુરૂ અને મુંબઈ સાથે જોડવામાં આવશે. દિલ્લી, મુંબઈ, બેંગલુરૂ અને જયપુરની સાથે જેસલમેર, મુંબઈ, દિલ્લી અને બેંગલુરૂની સાથે જોધપુર અને જયપુરની સાથે બાગડોગરાને જોડશે. નિવેદનમાં જણાવ્યું છે કે, સ્પાઈસ જેટ બાગડોગરાને અમદાવાદ, કોલકાતાને શ્રીનગર સાથે જોડશે અને બેંગલુરૂ-પૂણે માર્ગ ઉપર બે નવી ફ્લાઈટોને જોડશે. કંપનીએ www.spicejet.com, સ્પાઈસ જેટ મોબાઈલ એપ અને ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ્સ અને ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી બુકીંગ શરૂ કરી છે.

સ્પાઈ જેટના ચીફ કોમર્શિયલ ઓફિસર શિલ્પા ભાટીયાના જણાવ્યા પ્રમાણે તહેવારોની સીઝનની શરૂઆત અને અવકાશ યાત્રીની માંગમાં વધારો થતા અમે દેશમાં તેમના યાત્રિકો માટે રાજસ્થાન માટે નોન-સ્ટોપ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી છે. જે શિયાળા દરમયાન દેશનું સૌથી પસંદગીનું પર્યટન સ્થળો પૈકીનું એક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્પાઈસ જેટ વધારે ફ્લાઈટો શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. જો યાત્રા અને પર્યટનને પુનર્જિવીત કરવામાં મદદ કરશે. એરલાઈન પોતાના બોઈંગ 737 અને ક્યુ 400 વિમાનોને આ માર્ગ ઉપર ઉડાડશે.
સરકારે 12 ઓક્ટોબરના રોજ એરલાઈન્સને 18 ઓક્ટોબરના રોજ કોઈપણ પ્રકારની ક્ષમતા પ્રતિબંધ ડોમેસ્ટીક ફ્લાઈટને સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. જ્યારે સરકારે બે મહિનાના બ્રેક બાદ ગત તા. 25 મેના રોજ નિર્ધારિત ડોમેસ્ટિક ફ્લાઈટોને ફરીથી શરૂ કરી તો મંત્રાલયે વાહકોને તેની પૂર્વ કોવિડ સેવાઓના 33 ટકાથી વધારે સંચાલીત કરવાની મંજૂરી આપી ન હતી.

આ રહ્યું ફ્લાઈટોનું શેડ્યુઅલ SG 4492 બાગડોગરા – જયપુર ( સાતે દિવસ )
SG 4493 જયપુર – બાગડોગરા ( સાતે દિવસ )
SG 4494 બાગડોગરા – અમદાવાદ ( સાતે દિવસ )
SG 4491 અમદાવાદ – બાગડોગરા ( સાતે દિવસ )
SG 337 કોલકાતા – શ્રીનગર ( સોમ, બુધ, શુક્ર, શનિવાર )
SG 338 શ્રીનગર – કોલકાતા ( સોમ, બુધ, શુક્ર, શનિવાર )
SG 4457 ઉદયપુર – કોલકાતા ( મંગળ, ગુરૂ, રવિવાર )
SG 4456 કોલકાતા – ઉદયપુર ( મંગળ, ગુરૂ, રવિવાર )
SG 344 ઉદયપુર – મુંબઈ ( સાતે દિવસ )
SG 343 મુંબઈ – ઉદયપુર ( સાતે દિવસ )
SG 469 ઉદયપુર – બેંગલુરૂ ( સોમ, બુધ, શુક્ર, રવિવાર )
SG 468 બેંગલુરૂ – ઉદયપુર ( સોમ, બુધ, શુક્ર, રવિવાર )
SG 3759 જેસલમેર – જયપુર ( સાતે દિવસ )
SG 2975 જયપુર – જેસલમેર (સાતે દિવસ )
SG 8441 જેસલમેર – દિલ્લી ( સાતે દિવસ )
SG 8440 દિલ્લી – જેસલમેર ( સાતે દિવસ )
SG 441 જેસલમેર – મુંબઈ ( સાતે દિવસ )
SG 440 મુંબઈ – જેસલમેર ( સાતે દિવસ )
SG 932 જેસલમેર – બેંગલુરૂ ( સોમ, બુધ, શુક્ર, રવિવાર)
SG 931 બેંગલુરૂ – જેસલમેર ( સોમ, બુધ, શુક્ર, રવિવાર )
SG 962 જોધપુર – બેંગલુરૂ ( મંગળ, ગુરૂ, શનિવાર)
SG 961 બેંગલુરૂ – જોધપુર ( મંગળ, ગુરૂ, શનિવાર )
SG 350 જોધપુર – મુંબઈ ( સાતે દિવસ )
SG 349 મુંબઈ – જોધપુર ( સાતે દિવસ )
SG 6278 જોધપુર – દિલ્લી ( સાતે દિવસ )
SG 6277 દિલ્લી – જોધપુર ( સાતે દિવસ )
SG 531 બેંગલુરૂ – પુણે ( શનિવાર સિવાયના દિવસો )
SG 532 પુણે – બેંગલુરૂ ( શનિવાર સિવાયના દિવસો )