દેશમાં આધ્યાત્મિક જગતમાં લોજિક નહીં પણ મેજિક કામ કરતું હોય છે. એવા ઘણા મંદિર છે દેશમાં જેના રહસ્યો આજે પણ દરેકને વિચારતા કરી દે છે. જ્યાં સાયન્સની મર્યાદા આવે છે ત્યાંથી આધ્યાત્મની રેખા શરૂ થાય છે. ભારતની પવિત્ર ધરતી પર ઘણા એવા મંદિર છે. જે દુર્લભ છે. જે એના તેજ અને ચમત્કારને કારણે દુનિયામાં ભરમાં ચર્ચામાં રહ્યા છે. એમાંથી એક મંદિર છે માતા ખીરભવાનીનું. જે કાશ્મીર રાજ્યમાં આવેલું છે. આસપાસ ચિનારના વૃક્ષોનું જંગલ છે.
આ મંદિર પોતાના પ્રાકૃતિક સૌદર્યને કારણે પણ જાણીતું છે. આ સિવાય અનેક ભક્તોની આસ્થા અને વિશ્વાસનું પણ પ્રતિક છે. આ મંદિર દિવ્ય શક્તિઓથી સંપૂર્ણ છે. એવું કહેવામાં આવે છે કે, જ્યારે પણ કાશ્મીર પર કોઈ મોટી મુશ્કેલી આવવાની હોય ત્યારે માતા ખીરભવાની કોઈ આફત આવતી હોય એવા સંકેત આપે છે. જ્યારે પણ કોઈ સંક્ટ આવે છે ત્યારે અહીં મંદિરમાં આવેલા કુંડના પાણીનો રંગ બદલાય છે. લોકો એવું માને છે કે, રામાયણના કાળથી આ મંદિરનું અસ્તિત્વ છે. અહીં સાયન્સના ઘણા નિષ્ણાંતો આવ્યા છે પણ રંગ બદલવાનું કારણ જાણી શક્યા નથી. દર વર્ષે દૂર દૂરથી ભાવિકો માતાના દર્શન કરવા માટે આવે છે. ભાવિકો એવું માને છે કે, અહીં એક ચમત્કારી કુંડ છે. જ્યારે પણ કાશ્મીર પર સંક્ટના વાદળ ઘેરાય છે એ પહેલા આ કુંડમાં રહેલા પાણીનો રંગ બદલી જાય છે. પાણીનો રંગ બદલીને લાલ થઈ જાય છે. વર્ષ 2014માં જ્યારે ભયંકર પૂરથી કાશ્મીરને અસર થઈ હતી ત્યારે પણ કુંડની પાણી કાળું થયું હતું એવું લોકો કહે છે. જ્યારે કારગીલ યુદ્ધ થયું હતું ત્યારે પણ કુંડનું પાણી લાલ રંગમાં ફેરવાઈ ગયું હતું. જ્યારે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ ત્યારે પણ કુંડનું પાણી લીલું થઈ ગયું હતું. જ્યારે આ કુંડનું પાણી લીલુ થાય છે ત્યારે કાશ્મીરમાં ખુશાલી આવે છે. લોકોમાં આનંદ છવાઈ જાય છે
એવું કહેવાય છે કે, રાવણ દેવી ખીરભવાનીનો ભક્ત હતો. જ્યારે રાવણ સીતાહરણ કર્યું ત્યારે રાવણથી નારાજ થઈને માતા ખીરભવાની લંકાથી કાશ્મીરમાં આવીને વસી ગયા હતા. એવું પણ કહેવાય છે કે, ખીર ભવાનીએ રામ ભક્ત હનુમાનને કહ્યું હતું કે, એમની પ્રતીમાં કોઈ બીજા સ્થાને સ્થાપિત કરી દેવામાં આવે. દેવીની વાત માનીને કાશ્મીરમાં આ પ્રતિમા સ્થાપિત કરી દેવાઈ છે. અહીં ખીરનો પ્રસાદ ધરવામાં આવે છે. ખીરનો ભોગ ચડાવવાથી માતા સૌ ભાવિકોની મનોકામના પૂરી કરે છે.