દિવસે દિવસે મહાનગર અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા વધી રહી છે. સતત વધી રહેલા વાહનને કારણે પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે. આ કોઈ ચોક્કસ કેટેગરીના વાહનની વાત નથી. તમામ વાહનોની સંખ્યામાં ટુ વ્હિલર્સથી લઈને ફોર વ્હિલર્સ સુધી વધારો થઈ રહ્યો છે. ખાસ તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોમર્શિયલ મોલ, માર્કેટ, સર્વિસ સેક્ટર, કોર્પોરેટ ઓફિસ તથા રેસિડેન્શિયલ વિસ્તાર વધારે હોવાથી સવારના સમયે પિક અવર્સ દરમિયાન તથા સાંજે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાફિકની સમસ્યા ધરાવતા જંક્શનમાં ટાઉન હોલ, આસ્ટોડિયા દરવાજા, પાલડી ચોક, કાલુપુર સર્કલ, ગોળ લિમડા, નરોડા પાટિયા, ખમાસા, રેલવે સ્ટેશન કાલુપુર, ભૂતની આંબલી, રાયખડનો સમાવેશ થાય છે. ખાસ તો રિક્ષાના પાર્કિંગ માટે ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. ટેક્સીચાલકો, ઓટોરિક્ષાચાલકો અને ટ્રકચાલકો માટે મફત ઓન-સ્ટ્રીટ સ્પોટ નામાંકિત કરાશે. જેમાં કોઈ બીજા વાહનોને એન્ટ્રી નહીં અપાય. ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળ અત્યારે નક્કી કરવામાં આવ્યા છે.

આ માટે રસ્તાની પહોળાઈ, ટ્રાફક ભારણ તથા સ્થળની સ્થિતિની સમીક્ષા કરાશે. ઓફ સ્ટ્રીટમાં સર્ફેસ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ, મિકેનિકલ પાર્કિંગ, અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ટેરેસ પાર્કિંગ જેવા પાસાઓનો સમાવેશ કરાયો છે. વાહન માલિકોને ચોક્કસ જગ્યાએ વાહન પાર્ક કરવા માસિક, ત્રિમાસિક, છ માસિક તથા વાર્ષિક ધોરણે પાક ઈસ્યુ કરાશે. અમદાવાદ શહેરમાં બહારથી આવતા વાહનચાલકો માટે પબ્લિક ટ્રાંસપોર્ટ સ્ટેશન પાસે પાર્ક એન્ડ રાઈડની સુવિધા શરૂ કરાશે. જ્યાં પાર્કિંગમાં વાહન પાર્ક કરીને વ્યક્તિ સિટીની અંદર મુસાફરી કરી શકશે. અહીથી શટલ સર્વિસ, ઈ બાઈક તથા સાયકલ શેરિંગની સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. પાર્કિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. AMDA PARK મોબાઈલ એપ્લિકેશનથી રીયલટાઈમ પાર્કિંગ, ગાઈડન્સ, રેકોર્ડ તથા મોનિટરિંગ કરી શકાશે. આ ઉપરાંત પાર્કિંગમાં રહેલી ખાલી જગ્યાઓ અંગે પણ માહિતી પ્રાપ્ત થશે. આ પાર્કિંગ પોલીસીમાં ઈલેક્ટ્રિક વાહનોને ખાસ રાહત આપવામાં આવી છે. હાલ રાજ્ય સરકારે જાહેર કરેલી ઈ વ્હીકલ પોલીસીને પ્રોત્સાહન મળે એ માટે પાર્કિંગ પોલીસી અમલમાં આવ્યાથી 3 વર્ષ સુધી ઈ વાહનો માટે પાર્કિંગ ચાર્જ નહીં ભરવો પડે.

જ્યારે પૂર્વ અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોન વધારે છે. અલગ અલગ ઝોનમાં આવ-જા કરતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પિક અવર્સ સમયે વાહનોને કારણે ટ્રાફિકજામની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્ય સરકારે તા.16 ઑક્ટોબરના રોજ અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલીસીને મંજૂરી આપી દીધી હતી. જે પોલીસી અનુસાર શહેરમાં ટ્રાફિકના ભારણ અનુસાર ત્રણ ઝોનમાં ચોક્કસ વિસ્તારમાં પાર્કિંગ એરિયા તૈયાર થશે. અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિક તથા પાર્કિંગ અંગે શહેરનો એક સર્વે કરીને તૈયાર કરેલા રીપોર્ટ અનુસાર શહેરમાં હાઈ ડિમાન્ડ પાર્કિંગ રોડ, મિડિયમ ડિમાન્ડ પાર્કિંગ ઝોન અને લો ડિમાન્ડ પાર્કિંગ ઝોન પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
હાઈ ડિમાન્ડ પાર્કિંગ ઝોનમાં આશ્રમ, રોડ, સી.જી.રોડ, 120 ફૂટનો રિંગ રોડ, કોટ વિસ્તાર મુખ્ય છે. જ્યારે મિડિયમ ડિમાન્ડમાં 132 ફૂટનો રિંગ રોડ, SG હાઈવે જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે લો ડિમાન્ડમાં એસ.પી.રિંગરોડની આસપાસના વિસ્તારનો, સોસાયટીઓ તથા અંદરના રસ્તાઓનો સમાવેશ થાય છે. પબ્લિક પાર્કિંગની સુવિધાને બે ભાગમાં વહેચાશે. ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ. ઓન સ્ટ્રીટમાં સમગ્ર શહેરના રસ્તા પૈકી જ્યા જરૂર જણાય એ રસ્તાઓ પર પાર્કિંગ લોકેશન શોધીને પે પાર્ક પોલીસી લાગુ કરાશે.