ક્રુઝ ડ્રગ્સ કેસમાં નવો વળાંક આવ્યો છે. અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનખાન વિરુદ્ધના ડ્રગ એક્ટ કેસમાં બનાવાયેલ સાક્ષી પ્રભાકર સેલે એક એફીડેવીડ આપીને તમામને ચોકાવી દીધા હતા.તેણે એનસીબીના ઝોનલ અધિકારી સમીર વાનખેડે અને બીજા એક સાક્ષી કિરણ ગોસાવી પર સનસનીખેજ આક્ષેપ કર્યો છે તેને પોતાના એફિડેવડમાં જણાવ્યું છે કે તે ગોસવીનો બોડીગાર્ડ છે.ગોસાવી એજ માણસ છે જેનો આર્યન ખાનને પકડી એનસીબી ઓફિસમાં લઇ જતો એક વિડીયો વાયરલ થયો હતો.પોતાને પ્રાઈવેટ ડિટેકટીવની ઓળખ આપતો કિરણ ગોસાવી હાલ ફરાર છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પ્રભાકર સેલે પોતાના એફીડેવીડમાં દાવો કર્યો છે કે આર્યન ખાન વસુલી પ્રકરણમાં તે પીડિત છે.આર્યનખાનની ધરપકડ બાદ તરત જ કરોડો રૂપિયાની લેતી દેતીના પ્રયાસ થયા છે.તેના જણાવ્યા મુજબ રૂ.18 કરોડની ડીલ નક્કી થઇ હતી.અને 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવામાં આવ્યા પ્રભાકર સેલે આરોપ લગાવ્યા છે કે તેને માત્ર પંચનામામાં માત્ર સહી કરવા માટે જ કીધું હતું. ક્રુઝ પાર્ટીમાં એનસીબીના દરોડા બાદ શાહરુખ ખાનની મેનેજર પુજા દદલાનીની સાથે ભૂરા રંગની કારમાં ગોસાવી અને સેમે 15 મીનીટ વાત ચિત કરી હતી જે બાદ ગોસાવીએ તેને સાક્ષી બનવા ફોન કર્યો હતો.પ્રભાકરે દાવો કર્યો છે કે તેણે 50 લાખ રોકડ ભરેલ બે બેગ ગોસાવીને દીધા છે.
એનસીબી કોર્ટ સમક્ષ જવાબ આપશે.
એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે આરોપ નિરાધાર છે.તેનો ઝડપથી યોગ્ય જવાબ આપશે એજન્સીએ રૂપિયા લીધા હોત તો કોઈ જેલમાં કેવી રીતે હોત આં એફીડેવીડને કોર્ટમાં રાખવામાં આવશે અને ત્યાં જવાબ આપવામાં આવશે.
સંજય રાઉતનું ટવીટ”ખુલાસો ચોકાઉનાર
શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટવીટ કર્યું છે કે પ્રભાકરનો ખુલાસો ખરેખર ચુકાઉનાર છે. આ મુદે પોલીસે પણ ધ્યાનમાં લેવો જોઈએ.બીજી તરફ નવાબ મલિકે ટવીટ કરીને જણાવ્યું છે કે સત્યનો જ વિજય થશે.