કળયુગમાં પણ મામા જેવા પાત્રો માનવ રૂપે છે. મહાનગર અમદાવાદમાંથી મામાએ સગી ભાણેજનું ફેસબુક પેજ બનાવી એમાં મોબાઈલ નંબર લખી ભાવ લખી દીધો હતો. જેના કારણે ભાણી પર જુદા જુદા લોકોના ફોન આવતા હતા. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ત્યારે પોલીસે આ શકુની મામાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાંથી સામે આવ્યું હતું કે, આ મામો પોર્ન જોવાનો શોખીન હતો. માનસિક રીતે વિકૃત વિચારધારા હતી. પોલીસે આ પેજ ડીલિટ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી રજની (નામ બદલ્યું છે) તેના પતિ તથા પરિવાર સાથે રહેતી હતી. એક દિવસ રજનીના જીવનમાં તોફાન આવ્યું. સવારે એક એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જે ખોટી માગ કરી રહ્યા હતા. આ વાતથી ડરીને તેમે પોતાના પતિને આ સમગ્ર વાત કહી. પછી જુદા જુદા નંબર પરથી ગંદી માગણીના ફોન આવવા લાગ્યા હતા. પતિને કહ્યું કે, ફોન પર વાત કરીને લોકો મારો ભાવ પૂછે છે. આટલી વાત જાણીને પતિને પણ ગભરાઈ ગયો. પછી જાણવા મળ્યું કે, રૂહીનો ફોટો તથા નામનો ઉપયોગ કરી ફેસબુક પેજ ચાલી રહ્યું છે. જેમાં કલાકના ભાવ લખ્યા છે અને મોબાઈલ નંબર પણ લખ્યા છે. આ સમગ્ર વિગત સામે આવ્યા બાદ રૂહીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પછી રૂહીએ વટવા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ પેજ તૈયાર કરનાર બીજું કોઈ નહીં પણ રૂહીનો મામો છે. સગા મામાએ એના ફોટાનો ઉપયોગ કરીને આ પેજ તૈયાર કર્યું હતું. જેમાં રૂહીના જુદા જુદા ફોટા હતા.
રૂહીનો મામો પોર્ન ક્લિપ જોવાનો શોખીન હતો. જેના કારણે તે માનસિક રીતે વિકૃત થઈ ગયો હતો. તેથી આવી હરકત કરી બેઠો હતો. હાલમાં વટવા પોલીસે મામાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે રૂહીનું ફેસબુક એકાઉન્ટ ડીલિટ કરી એ પેજ પણ ડીલિટ કરવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરમાંથી સોશિયલ મીડિયા પર આ રીતે પેજ બનાવીને પજવણી કરનારાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ એક ભેજાબાજે યુવતીના ઈન્સ્ટાગ્રામનો ખોટો ઉપયોગ કરીને ગંદી પોસ્ટ શેર