રાજકોટ શહેરમાં અવાર નવાર જમીન પચાવી પાળવાની ઘટના બનતી હોય છે અને તેની ફરિયાદ પણ નોધાતી હોય છે જોકે આ ગુન્હામાં જેના પર કાયદાનું સંરક્ષણ કરવાની જવાબદારી છે .તેવા પોલીસ કર્મીઓ પણ જો ભૂમાફિયા બને તો પ્રજા કોની પાસે જાય રાજકોટ શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં કાલાવાડ રોડ પર રહેતા દિલીપ રતિભાઈ વાઢેરે ગૌતમ જેમલભાઈ વાઘેલા નામના પોલીસ કર્મી વિરુદ્ધ પોલીસ મથકમ ફરિયાદ નોધાવી હતી કે રૈયા રોડ પર આવેલ અમરનાથ ફ્લેટ નામના એપાર્ટમેન્ટ તેની માલિકીનો ફ્લેટ ગૌતમભાઈને ભાડા કરાર પર આપ્યો હતો. દરમિયાન પોલીસકર્મીએ ભાડું ન ચૂકવી તેમજ કરાર પૂરો થવા છતાં ફ્લેટ ખાલી ન કરી ગેરકાયદે કબજો જમાવ્યો હતો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ અંગે જિલ્લા કલેકટરે આરોપી પોલીસમેન વિરુદ્ધ કલેકટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિરુદ્ધ ગુન્હો નોધાવાનો હુકમ કરતા પશ્ચિમ વિભાગ પોલીસ દોડતી થઇ ગઈ હતી અને એસીપી પી કે દિહોરા સહિતના સ્ટાફે પોલીસમેન વિરુદ્ધ ગુન્હો નોધી તેની ધરપકડ કરી હતી.
ગૌતમ વાઘેલા અગાઉ રાજકોટ હતા તે પહેલા મોરબી અને ડાંગ ખાતે પણ બદલી થઇ હતી.તાજેતરમાં માડા ડુંગર ખાતે દંપતી સાથે મારામાંરી કરવાના ગુન્હામાં પણ ધરપકડ કરવામાં આવી હતી