Tuesday, November 5, 2024
HomeEntertainmentઆશ્રમ 3ના શુટિંગ દરમિયાન પ્રકાશ ઝા પર સાહી ફેંકી, જુઓ તોડફોડ-મારપીટના ફોટો

આશ્રમ 3ના શુટિંગ દરમિયાન પ્રકાશ ઝા પર સાહી ફેંકી, જુઓ તોડફોડ-મારપીટના ફોટો

Advertisement

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં રવિવારે વેબસીરિઝ આશ્રમને લઈને મોટી માથાકુટ થઈ હતી. ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબસીરિઝનું શુટિંગ ચાલી રહ્યું છે. આ શુટિંગ દરમિયાન બજરંગદળના આશરે 200 જેટલા કાર્યકર્તાઓએે સેટ પર તોડફોડ કરી હતી. મારપીટ કરી હતી. એટલું જ નહીં સીરિઝના ડાયરેક્ટર પ્રકાશ ઝા પર સાહી ફેંકી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામને ત્યાંખી ખદેડી મૂક્યા હતા. સીરિઝનું શુટિંગ અરેરા હિલ્સ સ્થિત જૂની જેલ પરિસરમાં ચાલી રહ્યું હતું.

જ્યાં અચાનક બજરંગ દળના 200થી વધારે કાર્યકર્તાઓ નારેબાજી કરતા દોડી આવ્યા હતા. પછી તોડફોડ કરવાનું ચાલું કરી દીધું હતું. જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે ત્યાં બોબી દેઓલ પણ હાજર હતા. પણ મુખ્ય સેટ સુધી પહોંચે એ પહેલા પોલીસે એમને બહાર કાઢી મૂક્યા હતા. ભોપાલ પોલીસે કહ્યું કે, આરોપીઓની ઓળખ કરાશે અને કાયદેસરના પગલાં લેવાશે. કાર્યકર્તાઓએ કાર, વેનિટી વેન તથા ટ્રકના કાંચ તોડી નાંખ્યા હતા.

આ ઉપરાંત સામાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ક્રુ મેમ્બર્સે આ અંગે વિરોધ કર્યો તો એને પણ ફટકાર્યા હતા. આ ઉપરાંત મીડિયા કર્મચારીઓને પણ ફટકારવામાં આવ્યા હતા.

ડીઆઈજી ઈરશાદ વલીએ કહ્યું કે, તે તોફાની તત્વો હતા એને સેટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ કેસમાં કાયદેસરન કાર્યવાહી થશે. બજરંગ દળના નેતાએ કહ્યું કે, આશ્રમ વેબ સીરિઝના માધ્યમથી હિન્દુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે. સીરિઝનું નામ બદલી દો અન્યથા ભોપાલમાં શુટિંગ નહીં કરવા દઈએ.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,234FollowersFollow
2,380SubscribersSubscribe

TRENDING NOW