માળિયા પોલીસની ટીમ ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે એક કારમાં ચરસની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે ત્રણ રસ્તા નજીક વાહન ચેકીગ કામગીરી હાથ ધરી હતી દરમિયાન જીજે 12 ડીએસ ૨૮૦૪ નંબરની કારની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા
વધુ તપાસ કરતા તેમાંથી રૂ 1.32 લાખની કિમતનો 880 ગ્રામ ચરસ મળી આવ્યો હતો જે બાદ કારમાં સવાર ત્રણેય શખ્સની પુછપરછ કરતા વાસુદેવ ઉર્ફે વિવાન વાલજી બારોટ,રહે ગાંધીધામ ઉદયનગર મૂળ બનાસકાંઠાના ભાભર,બીજા એકનું નામ દશરથ દિનેશભાઈ વ્યાસ રહે મેઘપર આદીપુર તેમજ ત્રીજા એક શખ્સનું નામ શંકર ગોવાભાઈ ગરચર હોવાનું જણાવ્યું હતું .પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 880 ગ્રામ ચરસ,૪ મોબાઈલ ફોન, એક કાર સહીત કુલ 9.48 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આરોપીની વધુ પુછપરછ કરતા યશ ગોવિંદભાઈ ગઢવી અને જીવરાજ હરઘોળ ગઢવી પાસેથી લીધો હોય અને મોરબીમાં પહોચાડવાનો હોવાનું જણાવ્યું હતું જોકે આ ચરસનો જથ્થો મોરબી કોને આપવાનો હતો તે અંગે કોઈ ખુલાસો થયો નથી.આ અંગે માળિયા મી પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ કુલ ૫ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદે સર કાર્યવાહી હાથ ધરી હતી.