રાજ્યભરમાં ચકચાર જગાવનાર અન્ડર 19 ક્રિકેટ ખેલાડીને ડ્રગ્સની લત લગાવવાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે.ક્રિકેટરની નશાની લત લગાવી તેની કારકિર્દી સાથે જિંદગી પણ બરબાદ કરનાર આ ગુનાના માસ્ટર માઈન્ડને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ ઘટનાના માસ્ટર માઈન્ડ કૌશિક ઉર્ફે કવા રાણપરાને પોલીસે મુંબઈથી ઉપાડી લીધો હતો.અને રાજકોટ લાવી તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. કૌશિક સાથે અન્ય કેટલા આરોપીના તાર જોડાયેલ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે .
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાથી મહિલા મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજુ કરી હતી.જે બાદ ગાંધીનગરથી દબાણ આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી.અને ક્રિકેટરને નશાની લત લગાવનાર તમામ લોકો સુધી શ્રેણીબદ્ધ રીતે કડીઓ જોડવામાં આવી રહી છે અને તેની સાથે જોડાયેલ આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે.
હાલ ડ્રગ્સની વ્યસની બનેલા ક્રિકેટર અને તેની પત્નીને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી સારવાર કરવામાં આવી રહી છે.
ગઢડાના શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો
રાજકોટમાં ડ્રગ્સ અંગેની વિગત સામે આવ્યા બાદ પોલીસ એકસનમાં આવી છે અને અલગ અલગ સ્થળે દરોડા પાડવામ આવી રહ્યા છે અને આવા ગુન્હા સાથે જોડાયેલ શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી છે ત્યારે રાજકોટ તાલુકા પોલીસે પ્ર્ધ્યુંમન ગ્રીન સિટીના પાછળના ભાગેથી ગઢડાના યુનુસ બહાદુર સુમરાને 8 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો આરોપી ઇલેક્ટ્રિક કામની આડમાં નશીલા પદાર્થની ખેપ મારતો હતો