ઈન્ડિયા પાકિસ્તાનની મેચ હોય અને સટ્ટો ન રમાય એવું તે કેમ બને? સામાન્ય દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં જુગારની મૌસમ બારેમાસ હોય છે. પણ વર્લ્ડકપની ઈન્ડિયા પાકિસ્તાનની મેચમાં સૌરાષ્ટ્રમાંથી રૂ.500 કરોડનો સટ્ટો રમાયે એવા એંઘાણ છે. ચૂંટણી, વરસાદ, ગરમી કે ઠંડી સીઝન કોઈ પણ હોય જુગાર પર ક્યારેય કાયમી પૂર્ણવિરામ મૂકાતું નથી. ખાસ કરીને ઈન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ત્યારે કિંમત કરોડોમાં સટ્ટામાં વપરાય છે. સટ્ટા બજારમાં T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ઘોડા જેવી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા પાકિસ્તાનની મેચમાં હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે ત્યારે સટ્ટા માર્કેટમાં બોલ બોલે ભાવ ફરે એવા એંઘાણ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ભારત 60 પૈસા સાથે હોટ ફેવરિટ છે. આ મામલે સટ્ટા બજારમાંથી એક બુકીએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાશે. લાંબા સમય બાદ પાકિસ્તાન સાથે સીધી ટક્કર હોવાથી મેચનું મહત્ત્વ અન્ય કરતા વધું છે. ભારતીય ક્રિકેટ ટીમને બુકીઓ તથા પંટરો સૌથી ફેવરિટ માની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રૂ.500 કરોડથી વધારેનો સટ્ટો રમાય એવી પૂરી શકયતા છે. ભારત પર ઘણા લોકો સૌરાષ્ટ્રમાંથી મોટો દાવ રમી રહ્યા છે. આ મેચ પર કરોડો રૂપિયાની હારજીત છે. ટોસથી લઈને વિકેટ સુધી અને છેક જીત સુધી લાખો રૂપિયા લાગેલા હોય છે. મોસ્ટ ફેવરિટ વિરાટ કોહલી છે. પંટરોને એની પર ઘણી આશા છે. બીજા ક્રમે રોહિત શર્માનું નામ લેવામાં આવે છે. સૌથી વધારે સટ્ટો ઓવર પૂરી થયા બાદ સ્કોર પર લાગશે. આ સિવાય ક્યો પ્લેયર કેટલા રન કરશે, વિકેટ અને રેકોર્ડ પર શક્યતાઓ છે. પંટરોમાં રોહિત અને કહોલી સૌથી ફેવરિટ છે. ભારત ગુજરાતમાં સૌથી ફેવરિટ છે. આ માટે પંટરોએ કોડવર્ડ સેટ કરેલા છે. ઓનલાઈન સટ્ટામાં પણ તેજી જોવા મળી છે. જેમાં સૌથી વધુ ચર્ચા કોહલી કેટલા રન અને રોહિતના કેટલા રન એના પર છે.
બીજી તરફ અન્ય એક બુકી કહે છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જુગાર ક્રિકેટ પર રમાય છે. એવામાં અત્યારે ઈન્ડિયા પાકિસ્તાનની મેચ છે ત્યારે મોટાભાગના લોકોની નજર ટોસ પર છે. પાંચ વર્ષ બાદ ઈન્ડિયા પાકિસ્તાની મેચ રમાઈ રહી છે અત્યાર સુધી ભારત આ મેચ જીતતું આવ્યું છે. જુગારમાં પણ ભારત સૌથી વધુ ફેવરિટ છે. જેમાં બોલરની બોલબાલા છે. જસપ્રીત બુમરાહને સૌથી મજબુત મનાય છે જ્યારે મેચ શરૂ થશે ત્યારે કોડવર્ડ સાથે અહીં શરતો શરૂ થશે. હવે ઓનલાઈન થયું હોવાથી અનેક ગ્રૂપમાં ઈન્ડિયાની ચર્ચા છે.