Sunday, March 23, 2025
HomeGujaratભારત દેશમાં પ્રથમ વખત IVF ટેકનોલોજીથી પાડાનો જન્મ થયો

ભારત દેશમાં પ્રથમ વખત IVF ટેકનોલોજીથી પાડાનો જન્મ થયો

ભારત દેશમાં પ્રથમ વખત કૃત્રિમ ગર્ભાધાન (IVF)ની ટેકનોલોજીનો પશુ પર સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ ટ્યુબથી ભેંસના પાડાનો જન્મ થયો છે. આ બન્ની જાતિની ભેંસ છે. આ સાથે, OPU-IVF ટેકનોલોજી ભારતમાં એક નવા જ લેવલ પર પહોંચી છે. 6 વખત બન્ની જાતિની ભેંસના IVF બીજદાન બાદ પ્રથમ ટેસ્ટ ટ્યુબ પાડાનો જન્મ થયો હતો. આ પ્રક્રિયા સુશીલા એગ્રો ફાર્મ્સના ખેડૂત વિનય એલ. વાલાના ઘરે જઈને તે પૂર્ણ થયું. આ ખેતર ગુજરાતના સોમનાથ જિલ્લાના ધાનેજ ગામમાં આવેલું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ગીર સોમનાથના ધાનેજ ગામમાં આ બન્ની ભેંસ પશુપાલક અને ખેડૂત વિનય વાળાની છે. ખેડૂતના ઘરે 6 બન્ની ભેંસે આઈવીએફ ટેકનિકના માધ્યમથી ગર્ભવતી થઈ હતી. તેમાંથી આ પહેલી ભેંસ છે જેણે પાડાને જન્મ આપ્યો છે. વિનય વાળાએ આ વિષય પર જણાવ્યું કે, શુક્રવારે સવારે પાડાનો જન્મ થયો હતો. આગામી કેટલાક દિવસોમાં હજી બીજા પાડાનો જન્મ થશે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે બન્ની ભેંસની જાતિ વિશે ચર્ચા કરી હતી. ઓવીપેરસ ભેંસો (OPU)ના ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન અને ભેંસના ગર્ભાશયમાં તેમને વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરવાની યોજના હતી. મહિલાઓમાં આઈવીએફથી ગર્ભ ધારણ કર્યા બાદ આ ટેકનોલોજીથી પહેલીવાર પ્રાણી પર પ્રયોગ કરાયો છે.

ભારતમાં પહેલીવાર IVF એટલે કે કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો છે. આ ટેકનિકના માધ્યમથી ભેંસને પાડુ જન્મ કરાવવાનો હેતુ સારી જાતિની ભેંસોની પ્રજાતિની સંખ્યા વધારવાનો છે. જેથી દૂધ ઉત્પાદન વધી શકે. બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં વધુ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. બન્ની ભેંસ તમામ ભેંસ પ્રજાતિઓમાં અવ્વલ ગણાય છે. મંત્રાલયે ટ્વીટ કરીને આ વિશે ખુશી વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW