પંજાબના રાજકારણમાં હવે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહની પાકિસ્તાની દોસ્ત પત્રકાર અરૂસા આલમનું નામ ચર્ચામાં છે. શુક્રવારે પંજાબ રાજ્યના ઉપમુખ્યમંત્રી સુરવિંદરસિંહ રંધાવાએ અમરિંદરસિંહના દોસ્ત અરૂસા આલમના પાકિસ્તાની જાસુસી એજન્સી ISI સાથે સંબંધ હોવાની વાત કહી છે અને તપાસના આદેશ આપ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અરૂસા આલમ પાકિસ્તાનમાં સુરક્ષા સંબંધી કેસને કવર કરે છે. આરૂસાનું નામ સામે આવતા ટ્વીટર પર સુખવિંદરસિંહ તથા અમરિંદરસિંહ વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
છેલ્લા 16 વર્ષથી અરૂસા ભારત આવી રહી છે. દોઢ દાયકા જૂનો કેસ ફરી ચર્ચામાં આવી ગયો છે. અમરિંદરસિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે એક ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, એ સમયે સુખવિંદરસિંહે કેમ ફરિયાદ ન કરી જ્યારે અમરિંદરસિંહ કેબિનેટમાં મંત્રી પદે હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની મંજૂરી લઈને અરૂસા છેલ્લા 16 વર્ષથી ભારત આવે છે. તેમણે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. અરૂસા આલમ અને સોનિયા ગાંધીની એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી હતી. અરૂસા પાકિસ્તાનમાં રાની જનરલ નામન એક જાણીતા અકલીન અખ્તર નામના વ્યક્તિની દીકરી છે. વર્ષ 1970ના દાયકામાં પાકિસ્તાન રાજકારણ પર ખૂબ ઊંડી અસર જોવા મળી હતી. અરૂસા પહેલી વખત વર્ષ 2004માં કેપ્ટન અમરિંદરસિંહને મળી હતી. એ સમયે તેઓ પાકિસ્તાનની મુલાકાતે હતા. અરૂસા આલમ પાકિસ્તાનમાં ડિફેન્સનું કવરેજ કરે છે. જેને હાલમાં અમરિંદરસિંહની ખાસ દોસ્ત માનવામાં આવે છે. વર્ષ 2007માં તેણે એક પત્રકાર પરિષદ યોજીને આ વાતનો ખુલાસો કર્યો હતો. વર્ષ 2017માં અમરિંદરસિંહ પંજાબના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. એ સમયે એમની તાજપોશી કરવામાં આવી હતી. એ સમયે પણ અરૂસા ભારતમાં આવી હતી.
મહેમાન તરીકે તેમણે આ પ્રસંગમાં ભાગ લીધો હતો. વર્ષ 2007માં બંને વચ્ચે અફેરની ચર્ચા પણ હતી. ત્યારે ચંદીગઢમાં પત્રકાર પરિષદ બોલાવી અરૂસાએ અફવાઓનું ખંડન કર્યું હતું. અરૂસાએ કહ્યું કે, અમે હંમેશા દોસ્ત હતા અને રહીશું. અમરિંદરસિંહે આક્રમક વલણ અપનાવીને પોતાની નવી પાર્ટી શરૂ કરવા માટે એલાન કર્યું છે. શુક્રવારે અરૂસા આલમનું નામ પણ પાર્ટીને લઈને ચર્ચામાં રહ્યું હતું. હવે હાલમાં સત્તા પર રહેલી પાર્ટીએ કહ્યું હતું કે, અરૂસા આલમનું કોઈ ISIક્નેક્શન છે કે નહીં એની તપાસ કરવી જોઈએ.