બેંકમાં કામ કરતા ભેજાબાજ ક્યારેક બેંકને એવો આર્થિક ચૂનો ચોપડે છે કે કોઈ વિચારી પણ ન શકે. બેંકમાં જ કામ કરતા વ્યક્તિએ સરકારી બેંકમાં ગરિયો ફેરવ્યો હોય એવો કેસ સામે આવ્યો છે. રાજકોટ શહેરના વિરાણી ચોકમાં આવેલી SBI બેંકમાં નોકરી કરતા તથા ગોલ્ડ લોન આપતા એક વેલ્યુઅરે બોગસ સર્ટિ. જમા કરાવી કરોડ જેવડી રકમની છેત્તરપિંડી કરી છે.
22 કેરેટના સોનાનું બોગસ સર્ટિફિકેટ જમા કરાવી 14 જેટલા લોન ધારકોને અંદાજિત રૂ.1 કરોડ જેટલી રકમ લોન પેટે પધરાવી દીધી. વિજય માલ્યા તો બેંકને ચુનો લગાવીને ફરાર થઈ ગયો પણ બેંક કર્મચારીઓ પણ જાણે વિજય માલ્યા પાર્ટ 2 બનવાની ફીરાકમાં હોય એવો ઘાટ છે. SBIના બેંક મેનેજર રવિકુમાર ઝાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે એક પોલીસ ફરિયાદ કરી છે. જેમાં લોન ધારકો સહિત 15 લોકો સામે ફરિયાદ થઈ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પોલીસે આ કેસમાં જરૂરી તપાસ કરીને કાયેદસરની કાર્યવાહી કરી દીધી છે. ગોલ્ડ લોન વિભાગમાં વલ્યુઅર તરીકે કામ કરતા રાજેશ ચોક્સી સહિત 14 અન્ય લોન ધારકો સામે ફરિયાદ કરી છે. આ તમામ બેંક સાથે રૂ.1.16 કરોડની છેત્તરપિંડી કરી છે. સમગ્ર કેસ સામે આવતા યુદ્ધના ધોરણે પીઆઈ સી.જી.જોશીની ટીમે બેંકની તપાસ કરી હતી. ક્રાઈમબ્રાંચની મદદ આરોપીઓને દબોચી લેવા માટે લેવામાં આવી છે. મેનેજરે જણાવ્યું કે, ધવલ ચોક્સી ગોલ્ડ લોન વિભાગમાં વેલ્યુઅર છે. બેંકમાં લોનધારક વતી સોનાના કેરેટનું પ્રમાણપત્ર જમા કરે છે. જ્યારે કોઈ લોન લેવા માટે આવે તો સચોટ પ્રમાણપત્ર આપતા સોનાની વેલ્યુ નક્કી કરી તેઓને લોન આપે છે. 14 જેટલા લોન ધારકોએ જુદા જુદા સમયે નકલી સોનુ ધાબડી અંદાજીત રૂ.1.16 કરોડની છેત્તરપિંડી કર્યાનું સામે આવ્યું છે.
ધવલે લોનધારકોને 22 કેરેટ સોનું હોવાનું સર્ટિફિકેટ દઈ લોન આપી હતી. જ્યારે સર્વેયર પાસે તપાસ કરાવી ત્યારે ઉપરથી દેખાતું સોનું અંદરથી પીતળ નીકળ્યું હતું. પછી જેટલાને લોન આપી એટલાનું લિસ્ટ તૈયાર કરાયું હતું. જે એ ડિવિઝન પોલીસને આપવામાં આવ્યું છે. આ કેસમાં વેલ્યુઅર અને લોનધારકો વચ્ચે મિલિભગત હોવાનું સામે આવ્યું છે. કેટલાક લોકોએ બેથી ત્રણ વાર લોન લીધા હોવાના રીપોર્ટ છે. તપાસ કરતા ઘવલ ચોક્સ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ માટે પોલીસે ક્રાઈમ બ્રાંચની મદદથી અલગ અલગ ટીમ તૈયાર કરી એને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.