રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ મેટાડોરમાં પંચરનું રીપેરીંગ કરતા 5 યુવાનોને એક કાર ચાલકે હડફેટે લીધા હતા તેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે 4 લોકોને ઈજા પહોચી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કપાસ ભરીને જઈ રહેલા મેટાડોરમાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર પંચર પડયુ હતું.જેથી 5 યુવાનો ટાયર બદલી રહ્યા હતા આ દરમિયાન બેફામ સ્પીડે આવેલ એક કારે તમામ યુવકને હડફેટે લીધા હતા બનાવમાં મેરામ બાવાભાઇ મંગસ્વા (ઉં.વ.25), ગોવિંદ ધનાભાઈ માટિયા (ઉં.વ.30), દિનેશ રતિભાઇ લંગડા (ઉં.વ.33), દિનેશ ચાવડા (ઉં.વ.35) અને અજય મકવાણા (ઉં.વ.30)ને ઇજા પહોંચતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત અજય મકવાણાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી જઈ તપાસ જોકે આરોપી ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો.