મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે કોરોના પોઝિટીવ આવ્યાં છે. રાજ ઠાકરેની સાથે જ તેના માતા પણ કોરોનાથી સંક્રમીત થયા છે. રાજ ઠાકરે અને તેની માતાના શરીરમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યાં છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી છે. રાજ ઠાકરે હાલ તો લીલાવતી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવ્યાં છે. ડૉ. જલીલ પારકર તેની સારવાર ચલાવી રહ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

વિતેલા કેટલાક દિવસોથી રાજ ઠાકરેનું સ્વાસ્થ્ય સારૂ હતું નહીં. કોરોનાના લક્ષણો દેખાતા તેના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. તે બાદ તેના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણ હોવાની વાત કહેવામાં આવી રહી છે. રાજ ઠાકરેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેની માતાનો પણ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. હાલ તો તેને પણ ડૉ. જલીલ પારકરની દેખરેખમાં લીલાવતી હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થતા સમયે રાજ ઠાકરે માસ્ક સાથે નજરે પડ્યાં હતાં. તે પહેલા કોરોનાની લહેર જ્યારે પ્રચંડ રૂપે તેનો કહેર વર્તાવી રહી હતી. ત્યારે પણ રાજ ઠાકરેએ માસ્કનો ઉપયોગ કર્યો ન હતો. આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણીને જોતા રાજ ઠાકરેએ એક વખત ફરી સક્રીય થતા નજરે આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી તે પૂણેના સતત પ્રવાસ કરી રહ્યાં છે. પૂણેની સાથે નાસિકનો પણ પ્રવાસ કર્યો હતો. પરંતુ તે માસ્ક પહેરતા નજરે આવ્યાં ન હતાં.
23 ઓક્ટોબરે તેની મુંબઈના ભાંડુપમાં રેલી હતી. પરંતુ હવે આ રેલીને રદ્દ કરી દેવામાં આવી છે. રાજ ઠાકરેનો વધુ એક વખત પુણેનો પ્રવાસ થવાનો હતો. આ પ્રવાસની તારીખને પણ પાછળ ધકેલી દેવામાં આવી છે.