કોરોના મહામારીના કારણે લાંબા સમયથી પ્રવાસ પર અનેક પ્રકારના પ્રતિબંધ લાગેલ છે. હવે ધીમે ધીમે જનજીવન થાડે પડી રહ્યું છે.લોકો ફરી મંદિરના દર્શન તરફ વળ્યા છે. ત્યારે કાશ્મીરમાં વૈષ્ણોદેવી મંદિર આવતા જતા દર્શનાર્થીઓ કોરોના સંક્રમણ નો શિકાર ન થાય તે માટે સરકાર દ્વારા વૈષ્ણો દેવીની યાત્રાએ જઈ રહેલા યાત્રિકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં વૈષ્ણો દેવી મંદિરે દર્શન કરવા માટે જઈ રહેલા યાત્રાળુઓને આરટીપીસીઆર ટેસ્ટ અથવા એન્ટીજન ટેસ્ટ કરાવવો ફરજીયાત બનાવી દેવાયો છે.
યાત્રાળુઓ જે ટેસ્ટ રિપોર્ટ કરાવે તે રિપોર્ટ 72 કલાક કરતા જૂનો ન હોવો જોઈએ. આ ગાઈડલાઈનનનું પાલન દરેક યાત્રાળુઓએ કરવું પડશે. દર્શન કરવા પણ તેનેજ મંજૂરી આપવામાં આવશે જે યાત્રાળુઓમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાય નહીં. તેમજ આ ગાઈડલાઈનમાં સાફસફાઈ માટે પણ ખાસ નિયમો બનાવાયા છે. તંત્ર દ્વારા હવે મંદિર પરિસરને સમયે સમયે સેનેટાઈઝ કરાશે. છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં કોરાનાના 87 કેસો સામે આવ્યા છે. યુટીના મુખ્ય સચિવ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશમાં જણાવ્યું હતું. કેન્દ્રશાસીત પ્રદેશમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં અપ્રમાણસર વલણ છે અને હાલના કોવિડ-19 નિયંત્રણ પગલા તમામ જિલ્લાઓમાં ચાલુ રાખવાની જરૂર છે તે અવલોકન દરમ્યાન સામે આવ્યું છે.