પતિ-પત્ની ઔર વો અને આડા સંબંધોનું પરિણામ ક્યારેક વિચાર્યું ન હોય એવું સામે આવે છે. ક્યારેક મહિલાએ ભોગવવું પડે છે તો ક્યારેક પરિવારજનો ભોગવે છે. પોલીસ ચોપડે કેસ નોંધાય છે. પણ અંતે આડા સંબંધોમાં વ્યક્તિ પિસાય છે.મહાનગર અમદાવાદમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે લગ્ન કરવાની પ્રેમીએ ના પાડી દેતા મહિલાને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પ્રેમી સાથે સંસાર શરૂ કરવા માટે પતિને છૂટાછેડા આપી દીધા હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પોતાના સંતાનોને પણ છોડી દીધા હતા. પણ પ્રેમીએ અંતે પોતાનો રંગ બતાવ્યો. યુવકે મહિલાને છોડી દેતા પૂર્વ પતિએ પણ પરત રાખવાની ના પાડી દીધી. અંતે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે પગલાં લેવા વાત કરી છે. આ કેસમાં કાર્યવાહી માટે હેલ્પલાઈન ટીમની મદદ લેવાઈ હતી. હેલ્પલાઈનને ફોન આવ્યો હતો કે, બોયફ્રેન્ડ લગ્ન કરવાની ના પાડે છે. સંતાનમાં ત્રણ બાળકો હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પરિણીતાના લગ્નને 17 વર્ષ થયા હતા.પોતાના પ્રેમી સાથે પરિણીતા રહેવા માંગતા હોવાથી બે દિવસ પહેલા પતિને ડરાવી ધમકાવી, કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધા હતા. 2 વર્ષથી તે અન્ય વ્યક્તિના પ્રેમમાં હતી. પછી અવારનવાર ઝઘડા થતા હતા. છૂટાછેડા લઈ અને પોતાના પ્રેમી સાાથે સંસાર શરૂ કરવા માગતી હતી. પતિ સાથેના છૂટાછેડાની જાણ પ્રેમીને પણ કરી હતી.
છૂટાછેડા લઈ ખુશ થઈ ગયેલી મહિલાને ક્યા ખબર હતી કે, પ્રેમી આવા રંગ દેખાડશે. મહિલાએ જ્યારે લગ્ન અંગે કહ્યું ત્યારે પ્રેમીએ કહ્યું કે, હું કુંવારો છું, તુ ત્રણ બાળકોની માતા. મારા પરિવારજનો સ્વીકારવાની ના પાડે છે. આટલું સાંભળતા જ મહિલાના માથે આભ તૂટી પડ્યું હતું. છૂટાછેડા લેતા પહેલા ઘરેથી ભાગીને અલગ રૂમમાં રહેવા લાગ્યા હતા. પછી પ્રેમીએ ફોન કરવાનું કે ઉપાડવાનું બંધ કરી દીધું.
જ્યારે મહિલા પ્રેમીના ઘરે પહોંચી ત્યારે યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. કહ્યું કે, મારા પરિવારથી હું અલગ થવા માગતો નથી. હેલ્પલાઈનની ટીમે ઘણું સમજાવ્યું હતું. મહિલા યુવક પાસ રડવા લાગી પણ પ્રેમી એકનો બે ન થયો. પછી મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થતા પતિ પાસે જવા માટે ફોન કર્યા હતા. પણ પતિએ પણ દરવાજા બંધ કરી દીધા.