શિહોરમાં રહેતા અને ઈતિહાસ વિષય સાથે અનુસ્નાતક ની ડીગ્રી મેળવનાર અમિતભાઇ જાદવને વર્ષોથી કોન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી એ સ્વપ્ન પૂર્ણ કરવા તેઓએ સખત અને સતત મહેનત કરી અને આખરે તેઓની મહેનત સફળ થઈ અને કેબીસીમાં તેઓની એન્ટ્રી થઇ ગઈ હતી માત્ર એન્ટ્રી જ નહી પણ સારામાં સારું પ્રદર્શન કરી રૂ 25 લાખ જેટલી રકમ પણ જીતી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ વર્ષે ભારતભરમાંથી 1.60 કરોડ લોકોએ કોન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું. જેમાંથી રેન્ડમલી 30 લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 30 હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ.ત્યારબાદ 10 સેકન્ડમાં ત્રણ સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે તેમાંથી 3 હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ. ત્યારબાદ ઓનલાઇન 20 પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે 1200 લોકોને રૂબરૂ બોલાવવામાં આવે છે. જેમાં અમિત જાદવની પસંદગી થયેલ.જેમાં તેઓએ 25 લાખ જીતીને સિહોર સહિત ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. સિહોરના અમિતભાઇ દીપકભાઇ જાદવ અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિમાં હોટ સીટમાં બેઠા હતા. અને તેમાં તેઓએ 25 લાખ જેવી માતબર રકમ પણ જીતી છે. આથી સિહોર કોળી સમાજ દ્વારા ટાવર ચોકથી તેમના નિવાસ સ્થાન સુધી ડીજેના તાલ સાથે સ્વાગત કરાયું હતું.