રાજકોટ શહેરમાંથી સોની વેપારીઓના સોના લઇ જવાની ઘટના અવાર નવાર બનતી રહે છે આ કિસ્સામાં તેમની પેઢીમાં કામ કરતા કર્મચારીઓની જ સંડોવણી સામેલ હોય છે.રાજકોટના વધુ એક સોની વેપારીનું એક કારીગર સોનું લઇ ગયાની ચર્ચા જાગી છે જોકે હજુ સુધી વેપારીઓ પોલીસ ફરિયાદ કરવા ગયા નથી
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ અંગેની મળતી માહિતી મુજબ એક તરફ દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સારા વેપારઓની આશા રાખીને બેઠેલા વેપારીઓ પર એક કારીગરે પાણી ફેરવી દીધું હતું રાજકોટ શહેરના અલગ અલગ વેપારીઓના કુલ 7 કરોડના 16 કિલા સોનું લઇ ભાગી ગયો હતો જોકે અ આ બાબતે મોડે સુધી ફરિયાદ નોધાઇ ન હતી માત્ર તેજશ ઉર્ફે બોબી શિરીષ રાણપરા નામનો 32 વર્ષનો યુવાન લાપતા થયો હોવાની જાહેરાત થઇ છે.હાલ કોનું સોનું ગાયબ થયું તે અંગે જાહેર કરવામાં આવ્યું નથી પણ રાજકોટના બે મોટા જવેલર્સનું ૮ કિલો સોનું આ બોબી પાસે હોવાનું પણ સામે આવ્યું છે.
(તસ્વીર- પ્રતીકાત્મક)