દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં કંઈક અનોખું રહસ્યો હોય છે. કેટલાક મંદિરને ચમત્કારિક કહેવામાં આવે છે તો કેટલાક મંદિરના ભક્તોને અનોખા પરચા હોય છે. ઘણા મંદિરોમાં તો ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે. ભક્તો મોટી સંખ્યામાં દરેક મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને નોરતાના દિવસોમાં દરેક દેવી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે દર્શન કરીને તેમના બધા દુઃખો દૂર કરતા હોય છે. આવું જ એક મંદિર મહેસાણા જિલ્લામાં મરતોલી ગામમાં ચેહર માતાનું છે. આ ચેહર માતાના મંદિરમાં ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવતા હોય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ભક્તો દર્શન કરીને તેમના જીવનમાં મોટી એવી ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરમાં ઈતિહાસ વિષે વાત કરીએ તો ચેહર માતાનો જન્મ આશરે એક હજાર વર્ષ પહેલા વસંતપંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે હલાડી ગામમાં થયો હતો. ચેહર માતાના ગુરુ ઓગણનાથના ભક્ત હતા. ગુરુ ઓગણનાથએ ભગવાનનું ઘણું કામ કર્યા પછી ગુરુ ઓગણનાથ અને ચેહર માતા તે ગામમાંથી ચાલી નીકળ્યા. મહેસાણા જિલ્લાના મરતોલી ગામમાં સ્થાપિત થયા. મરતોલી ગામના લોકોને ચેહર માતાથી ઘણા લોકોની માનતાઓ પુરી થવા લાગી. મરતોલીના ઘણા લોકોને તો ચેહર માતાએ પરચા પર આપ્યા હતા. તે પછી માતા ચેહર વરખડીના નીચે સ્વંયમભુ થઇ ગયા. થોડા સમય પછી ગામના લોકોએ એક યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં ઘણા ભક્તો ચેહરમાતાના દર્શને આવ્યા હતા.
પ્રસાદ લેતા હતા પણ થયું એવું કે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા અને પ્રસાદી ખૂટે તેમ હતું. મંદિરના ભુવાજીએ માતાજી પાસેથી મંજૂરી લીધી. પાંચ લાડવા બાજુમાં મુક્યા અને તેની ઉપર ચૂંદડી ઓઢાડી દીધી. તો થોડી વાર પછી જોયું તો ચૂંદડી મોટી થઇ ગઈ અને લાડવાની પ્રસાદી પણ વધી ગઈ હતી. એટલે આ ચેહર માતાનો સાક્ષાત ચમત્કાર થયો હોય તેવું માનવામાં આવે છે અને આ મંદિરમાં ચૂંદડી અને પાંચ લાડવા જોવા મળે છે. આથી ચેહર માતાના મંદિરમાં આવતા ભક્તોને દર્શન કરવાથી જ તેમની બધી મનોકામનાઓ પુરી થાય છે.