વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરના સનરાઈઝ કોમ્પલેક્સમાંથી કુંટણખાનું ઝડપાયું છે. પોલીસ ટુકડીને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી ઝડપાયેલી 7 યુવતીઓમાં એક સાડા બાર વર્ષની તરૂણી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં એના પિતા દીકરી પાસે આવું ગંદુ કામ કરાવતા હતા.
પોલીસે ઉંમરના પુરાવાની ચકાસણી કરતા આ ખુલાસો થયો છે. તરૂણીના પિતાએ જ દેહ વેપારના ધંધામાં ધકેલી હોવાના રીપોર્ટ પોલીસે મળ્યા છે. બાળકીના પિતા, દલાલ અને ગ્રાહક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠલ ગુનો દાખલ કરીને પિતાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ઘટના સ્થળ પરથી 7 યુવતિઓ અને ત્રણ ગ્રાહક મળી આવ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે, કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. યુવતીઓ ક્યાંથી આવતી, કોણ લાવતું અને ક્યારથી આ ધંધો અહીં ધમધમતો હતો એ અંગે તપાસ શરૂ કરી દીધી છે. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. સહિતના મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દરોડા બાદ તમામ આરોપીને સોંપવામાં આવ્યા છે. પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે રીટા પટેલ નામની યુવતી કુટણખાનું ચલાવતી હતી. જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા પાડતા આસપાસના વિસ્તાર અને કોમ્પ્લેક્સમાં ચકચાર મચી જવા પામી છે. આ પહેલા મોરબીના વ્રજ ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયું હતું.