વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ નજક લીલારા ગામમાં રહેતા પુનમભાઈ ટીનાભાઈ દેવીપુજકની પત્ની સંગીતાબેને ગત ૧૫ મી ના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને 16મી રજા લઇ ઘરે પરત ફર્યા હતા ગુરુવારે રાત્રે માતા સાથે 7 દિવસનું નવજાત બાળક રાત્રે સુતું હતું તે રાત્રે 2 વાગ્યાની આસપાસ માતાએ એજવું પડખું ફર્યું તો બાળક પથારીમાં ન હતું. બાળકને પથારીમાં ન જોતા ગભરાઈ ગઈ હતી પરિવારના સભ્યોને જાણ કરતા તુરત બાળકની શોધખોળ કરી હતી પણ બાળકની કોઈ ભાળ ન મળતા અંતે પોલીસ મથકમાં જાણ કરી હતી. હતી.ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદથી બાળકની શોધખોળ કરી હતી.બનાવને પગલે માતા પોક મુકીને રડી પડી હતી અને તેના બાળકને શોધવાં પોલીસ સમક્ષ આજીજી કરવા લાગી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
બાળકને કોઈ જંગલી જનાવર પણ લઇ ગયું હોવાની શંકા
બાળક ખુબ નાનું હોવાથી આ વિસ્તારમાં રખડતા જંગલી પ્રાણી ઉઠાવી ગયું હોવાની પણ શંકા સેવાઈ રહી છે જોકે જ્યાં સુધી બાળકની સાચી સ્થિતિ અંગે ખ્યાલ નહી આવે ત્યાં સુધી પોલીસ બાળક ગુમ થયા અંગેની નોધ કરી શોધખોળ કરી રહી છે.