જમ્મુ કાશ્રમીરમાં અચાનક વધતી આતંકી ઘટનાઓને રોકવલા માટે કડકાઈ શરૂ કરી છે. જેના માટે કેન્દ્ર શાસિક પ્રદેશની જેલોમાં બંધ એ અને બી કેટેગરીના હાર્ડકોર આતંકીઓને બીજા રાજ્યોની જેલમાં મોકલવામાં આવી રહ્યાં છે. કશ્મીરઘાટીની અલગ અલગ સેન્ટ્રલ જેલોમાં બંધ 26 આતંકીઓનું પહેલું ગ્રુપ શુક્રવારે જ ઉત્તરપ્રદેશની આગરા સેન્ટ્રલ જેલ માટે રવાના કરી દીધું છે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસને આ આતંકીઓને શિફ્ટ કરવાના આદેશ જમ્મુ એન્ડ કશ્મીર પબ્લીક સેફ્ટી એક્ટ 1978ની કલમ 10બી હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
ઉચ્ચપદાધિકારીઓના જણાવ્યા પ્રમાણે જમ્મુ કશ્મીરની જેલોમાં બંધ આવા 100 આતંકીઓની લીસ્ટ તૈયાર કરવામાં આવી છે જે સુરક્ષાદળો તરફથી તૈયાર કરાઈ છે. અને બી કેટેગીરીના આતંકીઓની લીસ્ટ પણ છે. આ આતંકી જેલમાં રહીને પણ બહાર પોતાના સ્લીપર સેલની સાથે લીંક જોડાયેલી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં આતંકી ઘટનાઓનો જેલમાં બંધ આવા જ આતંકીઓએ સ્લીપર સેલના માધ્યમથી અંજામ આપ્યો છે. આ ઘટનાને અંજામ આપવા આતંકીઓની મદદ પોતાના સ્લીપર સેલ પાસેથી કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 30 આતંકીઓ એ કેટેગીરીમાં જ્યારે 70 આતંકી અને બી કેટેગીરીમાં રાખવામાં આવ્યાં છે. સુરક્ષાદળોએ તેને જેલમાંથી ફરાર થઈ જવાનું જોખમ જણાવ્યું છે.