જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ગુજરાતના ખેડા જિલ્લાના વણઝારીયા ગામના આર્મી જવાન હરીશ પરમાર શહીદ થયા હતા, શહીદ જવાને ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. પણ તેના અવસાનથી તેનો પરિવાર અસહાય બની ગયો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
હરીશભાઈ માત્ર ૨૫ વર્ષના હતા અને પોતાના પિતાના મોટા પુત્ર હતા, નાનો ભાઈ હજી ભણી રહ્યો છે . તેમનો પરિવાર આર્થિક રૂપથી સઘ્ધર નથી અને હવે તો તેમનો એકમાત્ર આધાર પણ છીનવાઇ ગયો છે. બધી બાબતોને ધ્યાનમાં રાખીને શહીદના પરિવારને તાત્કાલિક રૂ. 1 કરોડની મદદ રાશિ અને તેમના એક વારસને સરકારી નોકરી અપવામાંઆવે તેવી પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલે સીએમ સમક્ષ માંગ કરી છે
પુલવામા હુમલા બાદ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના શહીદ જવાનના પરિવારને તે સમયના મુખ્યમંત્રી કમલનાથે એક કરોડ રૂપિયાની મદદ રાશિ ની ઘોષણા કરી હતી. દેશમાં આવા અનેક ઉદાહરણ છે. જ્યારે આપણી સેનાના જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપે તો શું સરકારની આ જવાબદારી નથી બનતી કે સર્વોચ્ચ બલિદાન બાદ તે શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપે અને તેમનું ધ્યાન રાખે.
સરકાર શહીદના પરિવારને નોકરી અને આર્આથીક સહાય આપે અને શહીદને આ સન્માન આપવામાં મોડું ન કરે.