સુરતીઓ ચંડી પડવાનો પર્વની ઉજવણી માટે થનગની રહ્યા છે. આ પર્વને લઇ સુરતના મીઠાઈના વેપારીઓ દ્વારા અલગ અલગ ફ્લેવર અને વેરાયટીની ધારીઓ બનાવી છે . તો વેપારીઓએ ગોલ્ડ ઘારી પણ બનાવી છે. શાહી પરિવાર તરફથી આ ગોલ્ડ ઘારીની ડિમાન્ડ જોવા મળી રહી છે. સામાન્ય પરિવાર તો આ ઘારીથી ઘણો દુર છે. આ ગોલ્ડ ઘારીનો ભાવ રૂ11 હજાર કિલો છે, જે અન્ય ધારીના ભાવ કરતાં નવગણો ભાવ છે. શા માટે આ ઘારીનો ભાવ 11 હજાર રૂપિયે કિલો છે અને શું ખાસિયત છે.
સુરતના ભાગળ વિસ્તારના મીઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વને ધ્યાનમાં રાખી ગોલ્ડ ધારી તૈયાર કરી છે. જે ધારી અન્ય ઘારીઓ કરતા બિલકુલ પણ અલગ છે. સામાન્ય ઘારી કરતા આ ઘારીનો ભાવ દસ ગણો છે. ગોલ્ડ ધારીની વિશેષતાની વાત કરવામાં આવે તો તેના પર સોનાની વરખ ચઢાવવામાં આવી છે. ઘારી આરોગ્ય બાદ સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન પહોચતું ન હોવાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. પરંતુ સામાન્ય માણસ માટે આ ઘારી ખરીદવું અશક્ય છે. કારણ કે આ ઘારીનો ભાવ રૂપિયા 11 હજાર કિલો છે. સામાન્ય રીતે ઘારીનો ભાવ રૂપિયા 700 થી લઈ 1040 રૂપિયા સુધીનો છે. દુકાન પર ખરીદી માટે આવતા અન્ય ગ્રાહકોમાં પણ ગોલ્ડ ઘારી આકર્ષણ જમાવી રહી છે.આમ તો સુરતીલાલ કોઈ પણ તહેવાર હોય,તેની ઉજવણી કરવા બિલકુલ પણ પાછીપાની કરતા નથી.જ્યાં ભાગળ વિસ્તારના મીઠાઈ વિક્રેતા દ્વારા તૈયાર કરવામાં આવેલી ગોલ્ડ ઘારીની ખરીદી પણ કેટલાક સુરતીઓ દ્વારા કરવામાં આવી રહી છે.