રાજકોટ શહેરના રેલ નગર રામેશ્વરમાં માં રહેતા અને ધોરણ 10 માં અભ્યાસ કરતા 16 વર્ષના પ્રિયાશું જગદીશ પરમાર સાધુ વાસવાણી કુંજ રોડ પર હતો ત્યારે પોપટપરા માં રહેતા અજય માનસિંગ પરસોડા અને સુરેશ કેશુ ઉકેડીયા તેની પાસે ધસી ગયા હતા અને તું કેમ અહી બેસીને મોબાઈલ ગેમ રમે છે તેમ કહી ગાળો આપી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તરુણે ગાળો બોલવાની ના પાડતા આરોપી અજયે છરી કાઢી હુમલો કરી પ્રિયાંશુને હાથમાં અને આંખના ભાગે છરીના ઘા ઝીક્યા હતા. આ સમયે સંજય ભાનુ ડાંગર નામનો યુવાન આવી પહોચ્યો હતો અને તેને બચાવવા આડો પડ્યો હતો જેથી આ બન્ને શખ્સે સંજયને પણ મારી ફરાર થઇ ગયા હતા ઈજાગ્રસ્ત હાલતમાં તરુણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પ્રધ્યુંમન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.