કોઈ પણ યુવતી લગ્ન બાદ હનીમુન પીરીયડ યાદગાર સમય હોય છે પણ જો આ દિવસે પણ પતિનો માર ખાઈ અપમાન સહન કરવું પડે તેવું સાંભળીને વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આવી એક ઘટના એક યુવતી સાથે બની છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીના લગ્ન માંડલ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. વર્ષ 2017માં બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખ્યા બાદ પતિ એને હનિમુન માટે શિમલા લઈ ગયો હતો. જ્યાં પતિએ ચિક્કાર દારૂ પીને ઊલટીઓ કરી હતી. જ્યારે યુવતી આ ગંદકી સાફ કરતી હતી. એક દિવસ પતિ દારૂ ઢીંચીને આવ્યો અને યુવતીને માર મારવા લાગ્યો હતો. આ મામલે તેણે પોતાના સાસુ સસરાને ફરિયાદ કરી હતી.પણ દીકરાના માતા પિતાએ દીકરાની તરફેણ કરી હતી. યુવતીને ખોટી ઠેરવી અપમાનીત કરી હતી. બાદમાં દારૂ પીને યુવકે યુવતીને માર મારતા યુવતીને કાઢી મૂકી હતી. યુવતી વિઠલાપુર ચોકડી તરફ જતી હતી. તે દરમ્યાન પોલીસને તેને અટકાવીને પૂછપરછ કરતા પોતાની આપવીતિ કહી હતી. પછી સાસરિયાને પણ સમજાવ્યા હતા. એ પછી બંને પક્ષના લોકોએ બેઠક કરી હતી. પણ યુવતીના સાસરિયાએ ચરિત્ર પર આશંકા જણાવી અપમાનીત કરી. પછી સંબંધ કરાવવામાં મધ્યસ્થી કરનારને બોલાવવામાં આવ્યો હતો. જેમાં સાસરિયાએ કહ્યું કે, કરિયાવરમાં કંઈ આપ્યું નથી. જો રૂ.10 લાખ ન આપે તો છૂટું કરી દેવાનું કહીને ત્રાસ દેતા હતા. યુવતીના ભાઈ બહેનને ભાડે મોકલી આપો એવું કહીને અપમાન કરતા હતા. અંતે યુવતીએ કંટાળીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહી પતિ, સાસરિયાના લોકો સામે પણ ફરિયાદ કરી છે.