મુસ્લિમ વિવાહ એક કરાર હોય છે જેમાં ઘણા પ્રકાર હોય છે. તે હિંદુ વિવાહની જેમ સંસ્કાર નથી. મુસ્લિમ તલાક બદા સામે આવેલા નવા અધિકાર અને કર્તવ્યોને પુર્ણ ન કરતા. બેંગ્લુરૂના ભુવનેશ્વરીનગરમાં એજાજુર રહમાન દ્વારા કરવામાં આવેલી એક અરજીની સુનવણીમાં કર્ણાટક હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એક મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે રહમાને લગ્નના કેટલાક મહિના બાદ માત્ર પાંચ હજાર રૂપિયા આપીને તેની પહેલી પત્ની સાયરાબાનુને 5 નવેમ્બર, 1991ના રોજ તલાક આપી દીધો હતો. તલાક બાદ રહમાને બીજા લગ્ન કર્યાં અને તેને એક પુત્ર પણ છે. આ વચ્ચે વર્ષ 2002માં પહેલી પત્ની સાયરાબાનુએ ભરણપોષણ માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જેના ઉપર ફેમિલી કોર્ટે આદેશ કર્યો છે કે, સાયરાબાનુની કેસની તારીખથી તેના મૃત્યુ થાય ત્યાં સુધી તેને ભરણપોષણ માટે અથવા તેના પતિના મૃત્યુ સુધી ભરણપોષણ પેટે દર મહિને રૂપિયા ત્રણ હજાર દેવામાં આવશે.
તે બાદ વર્ષ 2011માં સાયરાબાનુએ ફરીથી કોર્ટમાં કેસ દાખલ કર્યો અને દર મહિને રૂપિયા 25 હજાર ભરણપોષણ પેટે આપવાની માંગ કરી હતી. કોર્ટે સાયરાબાનુની આ અરજીને રદ્દ કરી દીધી હતી. ન્યાયાધીશ કૃષ્ણા દિક્ષીતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ વિવાહ એક કરાર છે તેમાં વિવિધ પ્રકાર છે. તે હિન્દુ વિવાહની જેમ સંસ્કાર નથી. મુસ્લિમ વિવાહમાં તલાક બાદ સામે આવનારા ઘણા અધિકારો અને કર્તવ્યોની પૂર્તિ કરવામાં આવી રહી નથી. આવા છુટછેડા બાદમાં પૂર્ણ થઈ જાય છે. મુસ્લિમ વિવાહ એક કરારની સાથે શરૂ થાય છે. પછી તે વિવાહ કોઈ સુશિક્ષિત વ્યક્તિનો હોય કે પછી સામાન્ય નાગરિકના હોય.