Sunday, January 26, 2025
HomeNationalબાળક હોમ વર્ક કરી ન આવ્યો તો શિક્ષક બન્યો શેતાન,

બાળક હોમ વર્ક કરી ન આવ્યો તો શિક્ષક બન્યો શેતાન,

સામાન્ય રીતે શાળામાં કોઈ બાળક હોમવર્ક કરીને ન આવે તો શિક્ષક ઠપકો આપે છે અમુક કિસ્સામાં સામાન્ય હાથ ઉપડતા હોય છે પણ ક્યારેક એવો કિસ્સો સામે આવે છે.કે લોકોને શિક્ષક પર ફિટકાર વરસાવી રહ્યા છે.મળતી માહિતી મુજબ રાજસ્થાનના કોલાસર ગામમાં બુધવારના રોજ 13 વર્ષના આ બાળક હોમવર્ક કરીને આવ્યો ન હતો.બાળકના આટલા અમસ્તા વાંકથી શિક્ષક ખુન્નસ સવાર થઇ ગયું હતું એક શિક્ષક શેતાન બન્યો હતો. તેણે ધો.7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને એટલો માર માર્યો કે, જેના કારણે એનું મોત નીપજ્યું હતું શેતાન બનેલા શિક્ષકે એને લાત અને મુક્કા માર્યા હતા. જેના કારણે એના નાકમાંથી લોહી વહેતું થયું હતું. બાળક પણ બેભાન થઈ ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થી ભાનમાં ન આવ્યો ત્યારે આરોપી શિક્ષક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. ]

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

પણ એ પહેલા જ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. હોસ્પિટલમાં હાજર તબીબોએ એને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. રાજસ્થાન રાજ્યના શિક્ષણમંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લીધા છે. આ માટે અધિકારીને આદેશ કર્યો છે. મૃતક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે વિદ્યાર્થીના માથા, આંખ અને મોઢા પર ગંભીર ઈજાના નિશાન હતાં. જ્યારે આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે આ સ્કૂલ આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. બાળક પહેલા ધોરણથી મોડર્ન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

રાજસ્થાનના પોલીસ અધિકારી સંદીપ વિશ્વનોઈએ જણાવ્યું હતું કે, 13 વર્ષનો ગણેશ કોલાસર ગામના રહેવાસી છે. તે ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. બુધવારે સવારે ગણેશ શાળાએ ગયો હતો. જ્યાં તે હોમવર્ક કરી લાવ્યો નહીં તેથી મનોજ નામના શિક્ષકે તેને ઢોર માર માર્યો હતો. શિક્ષક સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સામે વિદ્યાર્થીના પિતા ઓમપ્રકાશે કહ્યું કે, શાળાના શિક્ષક મનોજનો આશરે સવાનવ વાગે ફોન આવ્યો હતો. એ સમયે તેણે કહ્યું કે, ગણેશ કોઈ હોમવર્ક કરીને લાવ્યો નથી. તેથી એને માર મારવામાં આવ્યો છે. જેના કારણે તે બેભાન થઈ ગયો છે. પણ હકીકતમાં એના પ્રાણ ચાલ્યા ગયા હતા. તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા છીએ. જ્યારે પિતા હોસ્પિટલ પહોંચ્યા એ અગાઉ જ ડોક્ટરએ બાળકને મૃત જાહેર કરી દીધો હતો. 15 દિવસ અગાઉ જ બાળકે પિતા સમક્ષ આ શેતાન બનેલા શિક્ષકની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીએ એવું પણ કહ્યું હતું કે, મનોજસર કારણ વગર મારપીટ કરે છે. ઢોર માર મારે છે. સાલાસર પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી દીધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,791FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW