સોશિયલ મીડિયામાં એક વીડિયો છેલ્લા કેટલાક સમયથી જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બાઈકની પાછળની સીટ પર બેઠો છે અને બાઈક ચાલી રહી છે. એક વખત વાંચીએ ત્યારે આ વાત ઝડપથી ગળે ઊતરે એમ નથી. પણ ફૂલ સ્પીડમાં જઈ રહેલી આ બાઈકને કોઈ ડ્રાઈવ કરતું નથી. બાઈકચાલક વગર આ બાઈક દોડી રહી છે. આ વીડિયો બીજા કોઈએ નહીં પણ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે.
Love this…Musafir hoon yaaron… na chalak hai, na thikaana.. https://t.co/9sYxZaDhlk
— anand mahindra (@anandmahindra) October 20, 2021
એ વાત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી કે, આ વીડિયો ક્યાંનો છે. બસ જોરશોરથી વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. એ વાત પણ સામે આવી નથી કે, બાઈકની પાછળની સીટ પર બેઠેલો વ્યક્તિ કોણ છે. પણ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ પાછળ બેઠેલી વ્યક્તિને પૂછી રહ્યો છે કે, આ જાદુ કેવી રીતે? પણ વ્યક્તિ સામે કોઈ પ્રકારનો જવાબ દેતો નથી પણ બાઈક દોડતી રહી છે. @DoctorAjayita નામના એક ટ્વીટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. જેની કોમેન્ટમાં એક વ્યક્તિએ આવો જ એક સ્ટંટ કરતા એક સરદારનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો અત્યાર સુધીમાં 5.54 લાખથી વધારે લોકો જોઈ લીધો છે. જોરશોરથી આ વીડિયો જુદા જુદા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કર્યો ત્યારે એના કેપ્શનમાં લખ્યું હતું કે, લવ ધીસ…મુસાફીર હુ યારો. ન ચાલક હૈ ના ઠીકાના…જોકે, આ વીડિયો અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી કે, ક્યાંનો છે અને પાછળ બેઠેલી વ્યક્તિ કોણ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ વીડિયો જેટલો મજેદાર છે તેટલા જ રસપ્રદ આનંદ મહિન્દ્રાના આ વીડિયો પરના રિએક્શન છે. ઓટો બિઝનેસ સિવાય સેન્સ ઓફ હ્યુમર માટે પણ ખુબ જ જાણીતા છે. તેઓ સોશિયલ મીડિયા ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ છે. કોઈ પણ એવી પોસ્ટ પર તે સમયાંતરે પ્રતિક્રિયા આપતા હોય છે. તો ક્યારેક એવા ફોટો અને વીડિયો શેર કરે છે કે, સૌ કોઈ વિચાર કરતા થઈ જાય છે. ક્યારેક લોકો સુધી કોઈ વિશેષ સંદેશ પહોંચાડતા હોય છે અને લોકોને પ્રોત્સાહિત કરતા રહેતા હોય છે. ખાસ કરીને જ્યારે દેશના કોઈ ખેલાડી કે સ્પોર્ટ્સની વાત સામે આવે ત્યારે તેઓ ખૂબ ખુશ થઈને એને પ્રોત્સાહિત કરે છે.