ક્રુઝ શીપ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પોતાની જામીન અરજી રદ્દ થતા વિશેષ એનડીપીએસ કોર્ટના આદેશની સામે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આર્યનની અરજી ઉપર ગુરૂવારે સુનવણી થઈ શકે છે. મુંબઈની વિશેષ અદાલતે બુધવારે આર્યનખાન સહીત બે અન્ય આરોપીઓનમે બુધવારે જામીન આપવા ઉપર મનાઈ લગાવી હતી. આ ત્રણ આરોપીઓ પાસેથી મુંબઈની એક ક્રુઝમાં માદક પદાર્થો મળી આવ્યાં હતા બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

વિશેષ ન્યાયાધીશ વી.વી પાટિલે આર્યન અને તેના બે મિત્ર અરબાઝ મર્ચન્ટ તથા ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આર્યન ખાન, મર્ચન્ટ અને ધામેચાને માદક પદાર્થોને રાખવા, તેનું ષડયંત્ર, તેનું સેવન, ખરીદવું અને તસ્કરી કરવાના આરોપ હેઠળ ત્રણ ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી.
આ ત્રણેય આ સમયે જેલહવાલે છે. આર્યન અને મર્ચન્ટ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તથા ધામેચા બાયકુલા મહિલા જેલમાં બંધ છે. મામલામાં આરોપી આર્યન ખાન અને અન્યની સામે એનડીપીએસ કાયદાની કલમ 8(સી), 20(બી), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આર્યને પોતાની જામીન અરજીમાં જણાવ્યું છે કે, એનસીબીની આ દલિલ પાયાવિહોણી છે. અને તે ષડયંત્ર અને માદક પદાર્થોની તસ્કરીમાં સામેલ હોય. તેણે જણાવ્યું છે કે, તેની પાસેથી કોઈ માદક પદાર્થ મળી આવ્યો નથી. એનસીબીને જો કે જામીન અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, આર્યન છેલ્લા ઘણા વર્ષોથી માદક પદાર્થોનું સેવન કરી રહ્યો હતો અને તે નશીલી વસ્તુઓની ખરીદી માટે એવા વ્યક્તિઓના સંપર્કમાં છે જે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થના નેટવર્કનો ભાગ હોય તેવું ફલીત થઈ રહ્યું છે.