T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ટક્કર પાડોશી દેશ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે થવાની છે. એ પહેલા ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વાર્મઅપ મેચ રમાઈ હતી. સુપર 12 રાઉન્ડ શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતામાં મોટો વધારો થયો છે. હાર્દિક પંડ્યાને બોલિંગ ન કરાવવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બુધવારની મેચમાં સ્થિતિ એવી થઈ હતી કે, વિરાટ કોહલીએ બોલિંગ કરવી પડી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં ઈન્ડિયાનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યો હતો. રોહિત શર્માએ ટોસ જીતીને કહ્યું હતું કે, હજુ હાર્દિક પંડ્યા બોલિંગ શરૂ નહીં કરી શકે. તે ખૂબ ઝડપથી રિક્વર થઈ રહ્યો છે. અમને આશા છે કે, તે ઝડપથી બોલિંગ કરતો જોવા મળશે. પણ હજુ સુધી તેમણે બોલિંગ કરવાનું શરૂ કર્યું નથી. આશા છે કે, ટુર્નામેન્ટ શરૂ થશે ત્યારે તે બોલિંગ કરશે. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારી ટીમ પાસે ઘણા સારા બોલર્સ છે જે એટેક કરી શકે છે. પણ છઠ્ઠા બોલરનો ઓપ્શન હોવો પણ જરૂરી છે. એવામાં અમારા બેટિંગ ઓર્ડરમાં જે બોલિંગ ઓપ્શન છે.
Virat Kohli bowling to Steve Smith is once in a lifetime moment btw for cricket fans. pic.twitter.com/Zoxq0YicZ8
— Shreenath ॐ (@Biasedrmafan) October 20, 2021
ઓસ્ટ્રેલિયા સામે અમે તેનો પ્રયોગ કરીશું. રોહિત શર્માએ આ નિવેદન આપ્યા બાદ વિરાટ કોહલી મેદાન પર પરત આવ્યો હતો. હકીકતમાં તે આ મેચ ચાલતી હતી ત્યાર આરામ કરી રહ્યો હતો. મેદાન પર આવ્યા બાદ તેણે બોલિંગ ફેંકી હતી. તેણે બે ઓવરમાં 12 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાને ઈજા થતા મેચથી બહાર કરી દેવાયો હતો. પણ સારી રીક્વરી હોવાને કારણે મેચમાં ફરીથી લેવાયો છે.
IPLટર્નામેન્ટમાં તેણે કોઈ બોલિંગ કરી ન હતી. એવામાં સતત પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો હાર્દિક બોલિંગ નહીં કરે તો પ્લેઈંગ 11માં એની જગ્યા બનવી મુશ્કેલ છે. એવામાં જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા કયા ક્યા ખેલાડીઓ સાથે મેદાને ઊતરે છે. પહેલી વોર્મઅપ મેચ ઈંગ્લેન્ડને પરાજિત કર્યા બાદ ટીમ ઈન્ડિયાનો જૂસ્સો બુલંદ છે. નામીબિયા પાસે પણ કેટલાક મેચ વિનર ખેલાડી છે. જે મેચનું પાસુપલટી શકે છે