Wednesday, September 11, 2024
HomeSportsઆ મહિને આવી રહી છે પલ્સની નવી બાઈક, જુઓ વીડિયો

આ મહિને આવી રહી છે પલ્સની નવી બાઈક, જુઓ વીડિયો

બજાજ પલ્સર સીરિઝની પહેલી બાઈક લૉન્ચ થઈ એને 20 વર્ષ થવા આવ્યા છે. પલ્સરની 20મી વર્ષગાંઠ પર Bajaj Auto કંપની ભારતમાં અત્યાર સુધીની સૌથી પોપ્યુલર બાઈકના નવા બે વેરિયંડ લૉન્ચ કરવાની છે. જે 250 સીસી હોવાનું મનાય છે. તા.28 ઑક્ટોબરના રોજ Bajaj Pulsar 250F સાથે Bajaj Pulsar NS250 જેવી પાવરફુલ બાઈક લૉન્ચ થવાની છે. જે પાવરફુલ અને શાનદાર ફીચર્સ સાથે માર્કેટમાં એન્ટ્રી કરશે.

આ લૉન્ચિગ પહેલા કંપનીએ Bajaj Pulsar 250નો એક વીડિયો ટીઝર જાહેર કર્યું હતું. જેમાંથી એની ખૂબીઓ અંગે જાણવા મળ્યું છે. નવી બાઈક એગ્રેસીવ ફ્રન્ટની સાથે ખાસ ડીઝાઈન એલિમેન્ટ જોવા મળશે. જે અત્યાર સુધી પલ્સર સીરિઝમાં જોવા મળ્યા ન હતા. એવું મનાય રહ્યું છે કે, આવનારી બાઈક Pulsar NS160 અને Pulsar NS200 જેવી હોઈ શકે છે. Bajaj Pulsar 250Fમાં Bajaj Pulsar NS250Fની તુલનામાં ફ્રન્ટ કાઉલ, મોટી વિન્ડ સ્ક્રિન અને ઉપરની બાજુ રહેલ હેન્ડલ જોવા મળશે. ડીઝાઈન મામલે પણ તે બેસ્ટ રહેશે. આ વીડિયોમાં એવું પણ જોવા મળ્યું છે કે, જ્યારે આ બાઈક પહેલી વખત માર્કેટમાં આવી ત્યારે કેવી હતી.

એ પછી એમાં કેવા કેવા બદલાવ આવ્યા. મ્યુઝિક અને બેસ્ટ વિઝ્યુઅલ્સ સાથે ટીઝર સારૂ બનાવવામાં આવ્યું છે. જેમાં એ બાઈકની જર્ની પ્રદર્શિત કરવામાં આવી છે. નવી બાઈકને એકદમ નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. Bajaj Pulsar 250F અને Pulsar NS250 માં 249c નવા સિલિન્ડર સાથે કુલ્ડ એન્જીન જોવા મળશે. જે VVA ટેકનોલોજી પર આધારિત છે.

જે 24bhp પાવર અને 20Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં છ ગેર સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત આસિસ્ટ ક્લચ પણ આપવામાં આવ્યું છે. આ સાથે LED, હેડલેમ્પે અને ટેલલેમ્પ પણ જોવા મળશે. સ્માર્ટફોન ક્નેક્ટિવિટી સપોર્ટ વાળા ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ, ABS સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ અંગેના વીડિયોમાં જોવા મળ્યું છે કે, બાઈકના લુક્સથી લઈને જુદી જુદી સિસ્ટમમાં કેવા ફેરફાર આવી રહ્યા છે. આ બાઈકની આશરે કિંમત દોઢ લાખ રૂપિયા નક્કી થશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે, કંપનીએ હજું સુધી કોઈ કિંમત અંગે ખુલાસો કર્યો નથી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW