છેલ્લા બે વર્ષથી લગભગ બંધ થયેલા ટુરિઝમ બિઝનેસમાં એકાએક મોટો ઉછાળો આવ્યો છે. હવે કોવિડના વળતા પાણી છે. ભારતે હવે ટુરીસ્ટ માટેના નિયમો હળવા કરતા જ બિઝનેસ જેટ ઓપરેટર તથા બિઝનેસ એરલાઈનના બુકીંગમાં મોટો વધારો થયો છે. બીજી તરફ દિવાળીના તહેવારની સીઝન નજીક આવી રહી છે. એવામાં ઘણા પરિવારોએ ફરવા જવા માટેનું બુકિંગ શરૂ કરાવી દીધું છે. કેટલાક લોકોનું ક્નફર્મ પણ થઈ ચૂક્યું છે. આવા પરિવારે દિપાવલીની સીઝનમાં ભરપુર આનંદ ઉઠાવવાની તૈયારી કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
દિપાવલીથી ક્રિસમસના વેકેશનમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાં આવશે. ભારતે ટ્રાવેલ્સને પ્રાઈવેટ જેટ કે ચાર્ટર્ડ ફલાઈટમાં આપવાની મંજુરી આપી છે. ટુરીસ્ટ વિઝા આપવાનું પણ શરુ કર્યુ છે. તેથી ભારત-અમેરિકી રૂટ પર આ પ્રકારની ફલાઈટની સંખ્યા સતત વધી રહી છે. તો બીજી તરફ અમેરિકાએ પણ પુર્ણ રીતે વેકસીનેટેડ લોકોને પ્રવેશની છૂટ આપતા ભારતીયોથી પણ હજારો સહેલાણીઓ અમેરિકા જવા માટે બુકીંગ કરાવી રહ્યા છે. તા.15 ઓકટો.થી પ્રાઈવેટ જેટમાં આવતા ટુરીસ્ટને છૂટ આપી છે. જયારે કોમર્શિયલ ફલાઈટમાં આવતા મુસાફરોને હવે એક માસ બાદ મંજુરી અપાશે. તેના કારણે ભારતમાં ગોવા, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ તથા કુર્ગના બુકીંગ વધ્યા છે. બીજી તરફ ભારતમાં રહેતા અનેક પરિવારોએ દિવાળીની રજાઓમાં ફરવા જવાનું પણ પ્લાનિંગ કર્યું છે. પ્રવાસનને ફટકો પડશે એવી ચિંતા હજું ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વેપારીઓને ડરાવી રહી છે. એટલે અગાઉ જેટલું બુકિંગ અત્યારે નથી. 15-20 દિવસની ટુરમાં આ પ્રમાણે પેકેજ બુકીંગ વધ્યા છે. ખાસ કરીને અમેરિકા, સ્વીટઝરલેન્ડથી ગોવા-રાજસ્થાનનું બુકીંગ વધ્યુ છે.
બ્રિટન, રશિયા, પોલેન્ડ તથા અન્ય દેશોના પ્રવાસીઓ ડિસેમ્બરમાં સૌથી વધુ આવશે. બ્રિટનની ચાર્ટર્ડ ફલાઈટ તા.15 ડિસેમ્બરથી શરુ થશે. રશિયાથી પણ આ પ્રકારના બુકીંગ વધવા લાગ્યા છે. તેઓ માટે ગોવા શ્રેષ્ઠ સ્થળ છે. ભારતમાંથી પણ હજારો લોકો જે છેલ્લા બે વર્ષથી અમેરિકામાં તેમના સંબંધી મિત્રોને મળવા જઈ શકયા ન હતા કે પછી સહેલાણી ટ્રીપ કરી શકયા નહી. તેઓ હવે બીઝનેસ સહિતની ફલાઈટથી દિપાવલીથી ક્રિસમસ વચ્ચે રવાના થશે.