સામાન્ય રીતે જ્યારે પણ નવો મોબાઈલ ખરીદવામાં આવે છે ત્યારે સૌથી પહેલા યુવાનો એનું સારૂ કવર અને સ્ક્રિનગાર્ડ લગાવવાનું કામ કરે છે. નવો ફોન કોઈ ખરીદે ત્યારે સૌથી પહેલા એમાં Tempered Glass-ટેમ્પર્ડ ગ્લાસ લગાવડાવે છે. જેથી કરીને ફોનની સ્ક્રિન સુરક્ષિત રહે. પણ ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, સ્ક્રીન ગાર્ડ હકીકતમાં મોબાઈલને મોટું નુકસાન પહોંચાડે છે.
એનાથી ન માત્ર કોલિંગમાં મુશ્કેલી પડે છે પણ યુઝર્સને એવું લાગે છે કે, એનો ફોન ખરાબ થઈ ગયો છે. આવું થવા પાછળનું પણ એક સચોટ કારણ છે. આ ઉપરાંત આનાથી છૂટકારો પણ મેળવી શકાય છે.
નવા કોઈ પણ સ્માર્ટફોનમાં મોર્ડન ટચ ડિસપ્લે આપવામાં આવે છે. જેની નીચે એક તરફ Ambient Light સેન્સર અને Proximity સેન્સર હોય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નવા ફોન પર સ્ક્રિન ગાર્ડ લગાવે છે. તો આ સેન્સર કામ કરવાનું ધીમે ધીમે બંધ કરી દે છે. આ સેન્સર બંધ થઈ જાય છે.આ દરમિયાન ફોનના કોલિંગ દરમિયાન સ્ક્રિન લાઈટ પરેશાન કરવા લાગે છે.
પછી જ્યારે વાત કરતા હોય ત્યારે ફોનમાં બીજી બધી એપ્લિકેશન એની મેળે ખૂલી જાય છે. આ સિવાય ઓન સ્ક્રિન ફીંગરપ્રિન્ટ હોવાથી સ્માર્ટફોનને અનલોક કરવામાં પણ મુશ્કેલી પડે છે. સ્પીડમાં અનલોક થતો નથી.
તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? જેથી સેન્સર બ્લોક ન થાય અને ડિસપ્લે પણ સુરક્ષિત રહે. આવી મુશ્કેલી મોટાભાગે એવા સ્માર્ટફોનમાં આવે છે જેના પર જબરદસ્ત સ્ક્રિનગાર્ડ લાગેલું હોય છે. ભારતમાં આવા ફોનની સંખ્યા વધારે છે.
એટલા માટે એક્સપર્ટ એવી સલાહ આપે છે કે, સારી કંપનીનું અને સારી ક્વોલિટીનું સ્ક્રિનગાર્ડ લેવું જોઈએ. જ્યારે પણ કોઈ નવો ફોન ખરીદો ત્યારે એ જ કંપનીનું સ્ક્રિનગાર્જ નંખાવી લો.