ફેસબુક 17 વર્ષ થી 1 જ નામથી ઓળખીએ છે. પરંતુ હવે તેની રી-બ્રાન્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે. ફેસબુકનું નામ બદલવાનું છે. તેની ઓફિશિયલી જાહેરાત ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ટૂંક સમયમાં કરવાના છે. આવતા અઠવાડિયે એક ઇવેન્ટમાં ફેસબુકના નવા નામની જાહેરાત કરવામાં આવશે. તા. 28 ઓક્ટોબરના ફેસબુકની એક કોન્ફ્રન્સ થવાની છે. જેમાં માર્ક ઝકરબર્ગ ફેસબુકના નવા નામની જાહેરાત કરી શકે છે.
ખાસ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે. ફેસબુક એપ સિવાય કંપનીના અન્ય પ્રોડક્ટ જેવા ઇન્સ્ટાગ્રામ , વૉટ્સઍપ , ઓક્યુલસ વગેરેના નામને લઈને પણ જાહેરાત થઈ શકે છે. આ રિપોર્ટ પર ફેસબુક તરફથી હજુ સુધી કોઈજ ઓફિશિયલી વાત કરવામાં આવી નથી.
આ સપ્તાહની શરૂઆતમાં જ ફેસબુકે કહ્યું હતું કે તે હવે મેટાવર્સ કંપની બનવા જઈ રહી છે. જેને માટે તેમને 10,000 લોકોની પસંદગી કરી છે. અને ભવિષ્યમાં અન્ય પસંદગી પણ થશે. મેટાવર્સનો અર્થ એક આભાસી દુનિયા સાથે છે. જેમાં લોકો ફિઝીકલી વર્તમાન ના થતા પણ હાજર રહેશે. મેટાવર્સ શબ્દ વરર્ચુલ રિયાલિટી અને ઓરગ્યુમેન્ટ રિયાલિટી જેવા જ છે. માર્ક ઝકરબર્ગનું માનવું છેકે આવનાર સમયમાં લોકો ફેસબુક ને માત્ર એક સોશિયલ મીડિયા કંપની નહીં પણ એક મેટાવર્સ કંપનીના રૂપમાં જાણે