શેરબજારની તેજી બેલગામ બની રહી છે. જો કે બજારમાં આજ દિવસ સુધી ઘણા ઉતાર ચઢાણ ભર્યું રહ્યું છે. સેન્સેક્સ ઈન્ટ્રાડેમાં પહેલી વખત 62 હજારને પાર થયું છે. તો નિફ્ટી પણ 18600ના સ્તરને સ્પર્શી છે. કારબોરી દિવસના અંત સુધઈમાં બજારમાં નફાવસુલી હાવી થઈ ગઈ અને અંતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થઈ. કારોબારના અંતમાં સેન્સેક્સ 49.54 અંક એટલે કે 0.08 ટકાના ઘટાડાની સાથે 61,716.05ના સ્તર ઉપર બંધ થઈ છે. તો નિફ્ટી 58.30 અંક એટલે કે 0.32 ટકા ઘટીને 18,418.75ના સ્તર ઉપર બંધ થઈ છે.
આજના દિવસોને છોડીએ તો ઓવર ઓલ બજારમાં તેજીનો માહોલ છવાયો છે. કોવિડના કેસમાં ઘટાડો અને કંપનીઓના સારા પરિણામ બજારની રેલીમાં ઈંધણનું કામ કરી રહ્યું છે. પાછલા 8 સેશનમાં બજારમાં આશરે 5 ટકાની તેજી જોવા મળી હતી. ક્રુડઢ ઓઈલની કિંમતોમાં વધારો છતા પણ તમામ સેક્ટરોમાં તેજી જોવા મળી રહી છે. જો કે, બજાર જાણકારોનું કહેવું છે કે, પેટ્રોલના વધતા ભાવોના કારણે મોંઘવારીનું દબાણ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, બજાર જેવી રીતે તેજીમાં ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વધીને ભાગ લઈ રહ્યું છે.
જિયોજીત ફાઈનાન્સિયલના વિકે વિજય કુમારના જણાવ્યા પ્રમાણે ગ્લોબલ માર્કેટમાં નબળાઈની ભારતીય બજારો ઉપર કોઈ અસર જોવા મળી નથી. અને ભારતીય બજારો હાઈ ઉપર હાઈ લગાવી રહ્યાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે, કેટલાક સેગમેન્ટનું વેલ્યુએશન ઘણા ખતારનાક સ્તર ઉપર પહોંચી ગયું છે. 100થી ઉપરના વર્તમાન પ્રાઈસ અર્નિગ રેશિયોને ન્યાય આપવો ઘણો કઠીન થઈ ગયો છે.
કોઈ પણ સ્થિતિમાં રિવર્સલ થવા ઉપર અત્યાર સુધીમાં મોંઘા થઈ ચુકેલા સ્ટોક્સને સૌથી વધુ અસર પડશે. તેણે આ વાતચીતમાં જણાવ્યું છે કે, મોટા બેંકીંગ શેરો જેવા કે ફંડામેંટલી મજબુત સ્ટોક અત્યારે ઓવર વૈલ્યુડ નજરે આવી રહ્યાં છે. બજારમાં આ સમયે વૈલ્યુએશન અને ક્વોલિટીને વધારે મહત્વ દેવાની જરૂર છે. આજના કારોબારમાં ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ 62,000ના સ્તરને વટાવતુ નજરે આવ્યું હતું. તે પણ વાત ચાલી હતી કે બીએસઈ સેન્સેક્સે 15 ફેબ્રુઆરી 2021ના 52 હજારનું લેવલ પણ સ્પર્શ્યુ હતું. સેન્સેક્સને 52 હજારથી 62 હજાર સુધીની 10 હજાર અંક સુધી પહોંચચા માત્ર 8 મહિનાનો સમય લાગ્યો છે. આ સમયગાળામાં સેન્સેક્સે 19 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો કે આ દરમયાન બીએસઈ 500 ઈન્ડેક્સનું પ્રદર્શન સેન્સેક્સની તુલનામાં સારૂ રહ્યું છે અને તેણે પણ 26 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. સેન્સેક્સની આઠ મહિનાની યાત્રામાં 53 સ્ટોક્સ એવા છે કે, જે મલ્ટી બૈગર સાબિત થયા છે અને તેમાં 100થી 400 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.