ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઊનામાંથી આંગળીયા પેઢીનો એક કર્મચારી લૂંટાયો છે. ઊના બસ સ્ટેન્ડ પરથી આ ઘટના બની હતી. વહેલી સવારે પાંચ વાગ્યે આ ઘટના બની હોવાનું મનાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. વહેલી સવારે ઊના બસ સ્ટેન્ડ પરથી પાંચથી છ લૂંટારૂઓએ આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં રૂ.47 લાખની રોકડ અને રૂ.18 લાખના દાગીના હોવાનું જાણવા મળ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ઊના પોલીસે તમામ આરોપીને પકડવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. ઊનાના બસ સ્ટેન્ડમાંથી વહેલી સવારે એક આંગળીયા પેઢીનો કર્મચારી ઊનાથી ભાવનગર જવા માટે નીકળ્યો હતો. એ સમયે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. લૂંટ કરનારાઓ 47 લાખથી વધારે રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. પોલીસને આ ઘટના અંગેની જાણ થતા ટીમ દોડી આવી હતી.
સમગ્ર બસ સ્ટેન્ડમાં તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી પરથી એક મહત્ત્વની કડી મળી રહેશે. આ લૂંટના ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવી છે. ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસું સ્થિતિમાં એક કાર મળી આવી હતી. બસ સ્ટેન્ડમાં લૂંટ કરીને આરોપીઓ આ કાર મારફતે ફરાર થયા હોવાનું મનાય રહ્યું છે. પોલીસને પણ આશંકા છે કે, આ કારનો ઉપયોગ લૂંટ વખતે થયો હશે. આ લૂંટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, આંગળીયા પેઢીના કર્મચારીને કેટલાક શખ્સો ઊના બસ સ્ટેન્ડ પર લૂંટીને જતા રહે છે.
આ પછી એક શખ્સ સફેદ કલરની કાર લઈને ઘટના સ્થળ સુધી આવે છે. પછી તમામ શખ્સો આ કારમાં બેસી જાય છે. જ્યારે કર્મચારી એ કારની પાછળ ભાગતો જોવા મળ્યો હતો. કર્મચારી કારને રોકવા માટે પ્રયત્નો કરતો હતો.