દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે અને રોજે રોજ પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રવિવારે 35 પૈસાનો વધારો થયો છે. સતત વધી રહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે તે હવે પ્લેનના ઈંધણ કરતાં પણ 33 ટકા મોંઘું થઈ ચૂક્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 105.84 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.77 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમતની વાત કરીએ તો, દિલ્હીમાં ડીઝલની કિંમત 94.57 રૂપિયા પ્રતિ લિટર છે તો મુંબઈમાં 102.52 રૂપિયા પ્રતિ લિટર છે.