Monday, July 14, 2025
HomeNationalક્રુડ, રીટેઈલ, ટેલિકોમ અને ગોલ્ડ બાદ હવે અંબાણીની નજર આ ક્ષેત્ર પર,...

ક્રુડ, રીટેઈલ, ટેલિકોમ અને ગોલ્ડ બાદ હવે અંબાણીની નજર આ ક્ષેત્ર પર, મિલાવ્યા હાથ

ક્રુડ ઓઈલથી લઈને અન્ય વેપારી ક્ષેત્રમાં પોતાની આગવી સુઝબુઝથી બિઝનેસ કરનારા રીલાયન્સ ગ્રૂપે ઘણા મોટા રોકાણ કર્યા છે. પણ હવે આ ગ્રૂપ ક્રુડ બિઝનેસમાંથી બીજા બિઝનેસ તરફ ફોક્સ કરી રહ્યું છે. ટેલિકોમ, રિટેઈલ, ફૂડ અને ગોલ્ડ બાદ હવે ગ્રૂપનું ફોક્સ બીજા ક્ષેત્રો પર છે. એ વાત આ ભાગીદારી પરથી અવશ્ય કહી શકાય છે. ક્રુડમાંથી ટેલિકોમ્યુનિકેશન, રિટેઈલ માર્કેટ, ગોલ્ડ અને ફુડ ચેઈન સુધી એમનું બિઝનેસ નેટવર્ક ફેલાયેલું છે. પણ હવે ચેરમેન મુકેશ અંબાણી વધુ એક ક્ષેત્ર પર રીલાયન્સનું નિશાન અંકિત કરવા માટે જઈ રહ્યા છે. આ માટે કેટલીક ભાગીદારી પણ ખરીદી લેવાઈ હોવાના અહેવાલ મળ્યા છે. મુકેશ અંબાણીની નજર હવે ફેશન ઉદ્યોગ પર છે. આ ક્ષેત્રમાં પોતાના પગલાં પાડવાના હેતુંથી તેમણે બોલિવૂડના ફેશન ડીઝાઈનર સાથે હાથ મિલાવ્યા છે.

MM સ્ટાઈલ્સમાં રોકાણ કરીને રીલાયન્સ રીટેઈલ વેન્ચરની ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, મનીષ મલ્હોત્રા સાથે અમારી રણનીતિ એની હસ્તકલા પ્રત્યે એક મોટા સન્માનની છે.આ સાથે ભારતીય કલા તથા સંસ્કૃતિ પ્રત્યે અમારી ઊંડી વિચારસરણી પર આધારિત છે. એક ઉદ્યોગપતિ હોવાને નાતે મનીષ પોતાની બ્રાંડને લઈને ખૂબ જ એક્ટિવ અને એડવાન્સ છે. ભાગીદારી થઈ હોવા છતાં પણ માલિકીનો હક મનીષ પાસે રહેશે. વર્ષ 2005માં તેણે આ સ્ટાઈલ્સ પ્રા.લી.ની શરૂઆત કરી હતી.જેમાં આશરે 700 ડીઝાઈનર અને પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. એની બ્રાંડના કુલ ચાર સ્ટોર છે. જે નવી દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈમાં છે.

બોલિવૂડના ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રાની હાઈ પ્રોફાઈલ ફેશનબ્રાંડ MM સ્ટાઈલ્સમાં 40 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી આ ભાગીદારીમાં શુક્રવારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી તરફથી એક નિવેદન જાહેર કરાયું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રીલાયન્સ બ્રાંડ લિ. એ મનીષ મલ્હોત્રા તરફથી ચલાવવામાં આવતી બ્રાંડ MM સ્ટાઈલ્સ લી.માં 40%ની ભાગીદારી ખરીદી લીધી છે. ભારતમાં આવેલા ચાર ફ્લેગશીપ સ્ટોર અને મલ્હોત્રા બ્રાંડની વાસ્તવિક ઉપસ્થિતિનો વિસ્તાર કરવા સિવાય રીલાયન્સ ગ્રૂપ એક મજબુત ઉદ્યોગ અને વૈશ્વિક સ્તરે પાવરહાઉસ બનાવવાનું કામ કરશે. જોકે, નિવેદનમાં ક્યાંય બંને કંપનીઓ વચ્ચે થયેલા નાણાકીય વ્યવહાર કે ડીલ અંગેની કોઈ સ્પષ્ટતા નથી. મનીષ મલ્હોત્રા બ્રાંડમાં રોકાણ પાછળ મુકેશ અંબાણીનો મુખ્ય હેતું રીલાયન્સ ઈન્ડસ્ટ્રી લી.ને ઘણી બધી રીતે બદલવાનો છે. જેની મદદથી રીફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ પર પોતાની નિર્ભરતાને ઓછી કરવા માગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રીલાયન્સ ગ્રૂપ પોતાના ઉદ્યોગ તથા ઉદ્યોગ સંબંધીત ગ્રાહકો તથા કંપનીનું વિઝન બદલવાની વિચારસરણીમાં છે. આ માટે પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં રીલાયન્સે બરબરી ગ્રૂપ, હ્યુગો બોસ એજી અને ટિફની એન્ડ કંપની સહિત અનેક લક્ઝરી ગણાતી બ્રાંડ સાથે હાથ મિલાવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page