એક તરફ દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સાથે સાથે હવે ઘરેલું ગેસ વપરાશ અને સીએનજી ગેસમાં પણ ભાવ વધારાએ સામાન્ય માણસની કમર ભાંગી નાખી છે.તાજેતરમાં અદાણી ગેસે પખવાડિયામાં રૂ.5 અને પીએનજીજીમાં 7 નો વધારો ઝીકયો હતો. હવે અદાણીની પગલે ગુજરાત ગેસ પણ ચાલતા દેકારો મચી ગયો છે તહેવાર ટાણે ગુજરાત ગેસે સીએનજીમાં રૂ.2.68 અને પીએનજીમાં રૂ1.35 ના વધારો ઝીકી દીધો છે ગુજરાત ગેસે તાજેતરમાં 2 વખત ભાવ વધારો કરી તાજેતરમાં કુલ રૂ 5.18 અને પીએનજીમાં રૂ 3.19 કરી દીધો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એક તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે લોકો સીએનજી તરફ વળી રહ્યા છે.ત્યારે આ ભાવ વધારો વાહન ચાલકોને મોટો માર આપવા લાગ્યો છે.
કોરોના મહામારીની બીજી લહેરમાંથી હજુ સામાન્ય જનતા હજુ કર વળી નથી કેટલાય બેરોજગાર હજુ નોકરીની શોધમાં છે ત્યાં આ વધતી મોંઘવારી લોકોને દાઝ્યા પર ડામ આપવા સમાન બની છે.