વડોદરાના સાવલી તાલુકામાં આવેલા રાસાવાડી ગામ પાસે રવિવારે રાતના સમયે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બાદ બંને બાઈકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગથી બાઈક પર સવાર 4 યુવાનો કઈ સમજે તે પહેલા આગે વિકરાળ રૂપ લઇ લીધું હતું જેના કારણે બાઈકમાં સવાર ચારેય શખ્સ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. 4 યુવકોને સાવલીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

લોકો વીડિયો ઉતારવામાં મશગૂલ રહ્યા
અકસ્માતની ઘટના બાદ બંને બાઈક પર સવાર યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમતેમ કરીને રોડની કિનારીએ પહોંચ્યા હતા. ત્યારે ત્યાં દોડી ગયેલા લોકો મોબાઈલથી વીડિયો ઉતારવામાં મશગૂલ રહ્યા હતા. મદદની પોકારના કરતા અને કળશતા યુવકોને ગંભીર હાલતમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા.