જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકી પ્રવૃતિમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. એક સમય એવો હતો કે, જ્યારે સ્થાનિકો સૈન્ય પર પથ્થરમારો કરતા હતા. હવે આ જ સ્થાનિક આતંકીઓના નિશાને આવ્યા છે. જેના કારણે સૈન્ય રાતોરાત સક્રિય થયું છે. ખાસ કરીને શ્રીનગરની આસપાસના વિસ્તારમાં આતંકીઓ સક્રિય થયા હોવાના વાવડ મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓએ યુપી-બિહારના મારવાનું કર્યું છે. બિન કાશ્મીરઓની આડેધડ હત્યાઓ બાદ યુપીના બે લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જમ્મુ રેન્જના આઈજીપી વિજય કુમારે કહ્યું કે અરવિંદ કુમાર નામનો શખ્સ ઈદગાહ પાસે પાણીપુરી વેચતો હતો. આતંકીઓ એકાએક ત્યાં ત્રાટક્યા અને તેની પર અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થયા હતા. પાણીપુરી વાળા વ્યક્તિનું આતંકીઓના ગોળીબારમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સિવાય પુલવામાના યુપી વિસ્તારમાં સાગીર અહમદના નામના શખ્સને પણ ગોળી મારી હતી ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનાને પગલે સૈન્ય એક્ટિવ થઈ ગયું છે. સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરી પંડિત અને શ્રીનગરની સૌથી પ્રખ્યાત ફાર્મસીના માલિક મખન લાલ બિંદુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક ‘ચાટ’ વિક્રેતા, બિહારના વિરેન્દ્ર પાસવાન અને અન્ય એક નાગરિક મોહમ્મદ શફી લોનને પણ આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. કાશ્મીરમાં એક મહિનામાં 10 હત્યા થઈ છે. આતંકી આકાના નિશાને હવે સ્થાનિકો બની રહ્યા છે. 2021માં અત્યાર સુધીમાં આતંકવાદીઓએ કુલ 29 નાગરિકોની હત્યા કરી છે.